ખાનગી ટ્રાવેલ્સના ક્લીનર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાન બાબુદાસ માથુરદાસ દેવમુરારીએ મોરબીમાં 2014ના વર્ષમાં પાણી ભરવા જઈ રહેલી એક સગીરાને લલચાવી ફોસલાવી લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં પકડાઈ ન જાય તે માટે આ હેવાને ઈટના ઘા ઝીકી હત્યા કરી હતી આ બનાવમાં ભોગ બનનાર સગીરાના પરિવારજનોની ફરિયાદ આધારે પોલીસે આરોપી બબુદાસને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો,આ કેસમાં સૌ પ્આરથમ ચાર્જસીટ એડીશ્નલ સેસન્સ કોર્ટ રાજકોટ રજુ કરાઈ હતી બાદમાં મોરબી એડીશ્નળ કોર્ટ અને અંતે આ કેસ પોક્સો કોર્ટમાં ચાલતો હતો કેસમાં મેજીસ્ટ્રેટ દ્વારા 44 દસ્તાવેજ ચકાસણી કરાઈ હતી તો ૨૫ જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા આરોપીને મૃત્યુ દંડ આપવા સુધીની ધારદાર રજૂઆત કરી હતી. આમ જોકે મેજીસ્ટ્રેટ દ્વારા દસ્તાવેજ ચકાસણી તેમજ સાક્ષીઓના નિવેદન આધારે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો અને આરોપી બાબુદાસ દેવમુરારી જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી હતી તેમજ રૂ 32,500નો દંડ પણ ફટકાર્યો હતો
આ ઉપરાંત ભોગ બનનારના માતા પિતાને સીઆરપીસી કલમ ૩૫૭ એ હેઠળ ધી ગુજરાત વિકટીમ ક્મ્પેન્શેશન સ્કીમ ૨૦૧૯ અંતર્ગત રૂ 10 લાખ 50 હજારનું આખરી વળતર ચુકવવા અને ભોગ બનનારના માતા પિતાને સરખા હિસ્સે આપવા પણ હુકમ કર્યો હતો જે પૈકી 75 ટકા રકમ ત્રણ વર્ષ માટે તેઓની પસંદગીની કોઈ પણ નેશન્લાઈઝ બેંકમાં ફિક્સ ડીપોઝીટ કરવા તેમજ કોર્ટની પરવાનગી વિના કોઈ પણ જાતનું ધિરાણમુદત પહેલા ચુકવણી લીયન કે બોજો કરવાની પણ મનાઈ ફરમાવી છે જયારે 25 ટકા રકમ ભોગ બનનાર માતા પિતાના ખાતામાં ખરાઈ કરીને જમા કરવા પણ આદેશ કર્યો હતો

