HomeGujaratશા માટે કિશન ભરવાડને ગોળી મારી દેવાઈ, કોણ છે શબ્બીર અને ઈમ્તિયાઝ

શા માટે કિશન ભરવાડને ગોળી મારી દેવાઈ, કોણ છે શબ્બીર અને ઈમ્તિયાઝ

અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં તા.25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાની ગંભીરતાને લઇને સમગ્ર મામલે નિરીક્ષણ કરી રહ્યા છે. તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ પોલીસને પણ આ બાબતે આપ્યા છે. આ મામલે બે આરોપીની ધરપડક કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આરોપી શબ્બરી અને ઈમ્તિયાઝના નામ સામે આવ્યા છે.

આ બાબતે SP વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, તા.25 તારીખના રોજ ફાયરીંગ કરીને કિશન ભરવાડ નામના વ્યક્તિની હત્યા થઇ હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ કરી આવી. આ બાબતે અલગ-અલગ ટીમ તૈયાર કરીને પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ બે આરોપીઓના નામ શબ્બીર અને ઈમ્તિયાઝ છે. ઈમ્તિયાઝ બાઈક ચલાવી રહ્યો હતો અને શબ્બીર ફાયરીંગ કરી રહ્યો હતો. જેમાં કિશન ભરવાડનું મોત નીપજ્યું. તપાસ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, તા.6 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામનાર કિશને ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ ધાર્મિક લાગણી દુભાવતી હોય એવી હતી. તા.9 જાન્યુઆરીના રોજ આ બાબતે પોલીસ સ્ટેશનમાં મૃત્યુપામનાર કિશન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં થઈ. બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને આ બાબતે સંતોષ ન હતો. પોસ્ટનું ધ્યાનમાં લઇને તેમને એક કાવતરું રચીને આયોજનબદ્ધ રીતે ફાયરીંગ કરીને હત્યા કરી. આ વિગતો પૂછપરછ દરમિયાન સામે આવી છે. આરોપી શબ્બીરે મુસ્લિમ મૌલવી અને લીડરના પ્રભાવમાં આવીને આવું કૃત્ય કરેલું છે. તે ઈન્સ્ટાગ્રામ પર આ મૌલવીને ફોલો કરતો અને હત્યા પહેલા પણ મળ્યો હતો. એક વર્ષ પહેલા મૌલવીને શબ્બીર મુંબઈમાં મળ્યો હતો. મોબાઈલમાં તે મૌલવીની સ્પીચ સાંભળતો હતો. મુંબઈમાં રહેતા મૌલવીએ શબ્બીરની મુલાકાત જમાલપુરમાં રહેતા મૌલવી અય્યુબ સાથે સંપર્ક કરાવ્યો હતો. શબ્બીર અય્યુબ મૌલવીને સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા શાહઆલમમાં મુંબઈના મૌલવી આવ્યા હતા અને ત્યાં જમાલપુરના મૌલવી ત્યાં હાજર હતા. તે સમયે શબ્બીર પણ ત્યાં હતો. જમાલપુરવાળા મૌલવી પણ બોલતા હતા કે ધાર્મિક અંગે કોઈ પણ ટીપ્પણી કરતો હોય તો તેને બક્ષવાનો ન હોય. આ વાત શબ્બીરના મગજમાં ઊતરી ગઈ હતી.

મૌલવીએ આવી ચર્ચા શબ્બીર સાથે પણ કરી હતી.આનાથી શબ્બીર પ્રભાવિત થયો. જમાલપુરમાં રહેલા મૌલવીનું પૂરું નામ મૌલાના મહેબુબ અય્યુબ યુસુફભાઈ જબરાવાલા છે. આ મૌલવીને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. શબ્બીરને મૌલવીએ જ કિશનને હત્યા કરવા માટે હથિયાર આપ્યા હતા. અમદાવાદ હત્યાની ઘટનાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર ગયો હતો. આ મૌલવીને મળ્યો હતો. કિશને કરેલી પોસ્ટ બાબતે મૌલવીને જણાવ્યું હતું. હથિયારની માગણી કરી હતી. તેની પાસે જે હથિયાર હતું તે મૌલવીએ આપ્યું હતું. આગળની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે કે આ મૌલવી સિવાય અન્ય ક્યાં લોકો આમાં સામેલ છે. બીજા મૌલવી કોણ છે અને તેનું ક્યા પ્રકારનું સંઘઠન છે તે તપાસ ચાલુ છે. ઈમ્તિયાઝ પણ શબ્બીરનો મિત્ર છે. આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે. ત્યારબાદ હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લીધેલી વસ્તુઓ રીકવર કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW