અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા હવે તપાસ એજન્સીઓનો ધમધમાટ વધી ગયો છે. પોલીસની જુદી જુદી ટીમ પણ ગામની આસપાસ તપાસ હેતું સક્રિય થઈ ગઈ છે. અમદવાદ જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયૂબ જાવરવાલાની ધરપકડ કરી છે. કટ્ટરવાદી સંગઠનો મૌલવી જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે.
આ હત્યા માટે તહરીક-એ-તહફુઝ-એ નમૂસ-એ-રિસાલત (TTNR) નામનું સંગઠન જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક-એ-ફરૌખ ઈસ્લામ નામથી જાણીતું હતું. પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે તેનો સંબંધ છે. આ કેસના તાર બીજી તરફ હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. સર મુબારક બુખારી દાદાની મસ્જિદ જે ધંધૂકામાં આવેલી છે એમાં ગુજરાત એટીએસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સંયુકત સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશન ગુપ્ત રાહે કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ATSની ટીમ દ્વારા ધંધૂકા તળાવ વિસ્તારની આસપાસ આવેલી મસ્જિદ અને પીર ભડિયાદની દરગાહમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. કિશને જે પોસ્ટ મૂકી હતી.એ બાદ આરોપી શબ્બીરે તેને સબક શિખવાડવાનું નક્કી કર્યું હતું. દરરોજ ધંધૂકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો.
કિશનને આ પોસ્ટ હેતું ધમકીઓ મળતી હોવાનું સામે આવ્યું છે. કિશનને મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. પરિવારજનો તેને બહાર ન નીકળવાની પણ સલાહ ધમકીઓ મળવાની શરૂ થતાં આપતા હતા, તેથી ઘરની બહાર દેખાતો ન હતો. આરોપી શબ્બીરે રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હવે આમાં બીજા કયા સંગઠન સંડોવાયેલા છે એ અંગે તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સ્થિત સંગઠનના ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ આરોપીઓએ અમદાવાદ અને મુંબઇના મૌલાનાઓની થયેલી મીટિંગના સંદર્ભમાં હત્યા કરવાનું નકકી કર્યુ હતું. અમદાવાદના શાહ આલમમાં સમગ્ર હત્યાનો પ્લાન ઘડાયો હતો. કુલ સાત ટીમ હેવ એ શોધી રહી છે કે, આ અંગે કોઈ આતંકી સંગઠન તો નથી ને?

