ઉત્તર ગુજરાતના બે પરિવાર અમેરિકા જવાના ચક્કરમાં તુર્કીમાં ફસાઈ ગયા છે. થોડા દિવસ પહેલા અમેરિકા કેનેડા બોર્ડર પર એક ગુજરાતી પરિવાર મૃત્યુ પામ્યો હતો. જેઓ ખોટી રીતે અમેરિકામાં ઘુસવાના પ્રયાસમાં હતા. ફરી એકવખત આવી જ એક ઘટના સામે આવી છે. આ પરિવાર પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે ઉત્તર ગુજરાતથી રવાના થયો હતો. એક પરિવાર તેજસ પટેલ, પત્ની અલ્કાબેન તથા દીકરો દિવ્ય છે. જ્યારે બીજો પરિવાર સુરેશ પટેલ, પત્ની શોભા તથા દીકરી ફોરમ છે. બંને પરિવાર કોઈ રીતે અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતા.
એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે, બંને પરિવારને તુર્કીના એજન્ટોએ બંધક બનાવી લીધા છે. જેમના પર અત્યાચાર કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક માથાભારે શખ્સ એના પર અત્યાચાર કરી રહ્યો છે. એમને બંધક બનાવીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. પરિવાર પાસે આ શખ્સો પૈસા માંગી રહ્યા છે એવું સ્પષ્ટ સંભળાય છે. આ બંને પરિવારના સંબંધીઓએ ભારતીય દૂતાવાસ પાસે મદદ માટે હાથ લંબાવ્યા છે. સુત્રોમાંથી એવી વિગત મળી છે કે, ઉત્તર ગુજરાતના 90 મુસાફરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે કલોક તથા મહેસાણાના એજન્ટોન મોટી ભૂમિકા રહી છે. જેમાંથી અમુક ગ્રૂપને મેક્સિકો તો અમુકને કેનેડો બોર્ડર પરથી અમેરિકામાં ઘુસાડવાના હતા. આ કેસમાં ગાંધીનગર CID ક્રાઈમ બ્રાંચ તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરવમાં આવ્યો છે. આ અંગે કલોલ ગામના ડીંગુચાનાં પરિવારના નિવેદન લેવાઈ રહ્યા છે.

તુર્કીમાંથી ઉત્તર ગુજરાતના બે પરિવારો લાપતા