અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હું તેમના પરિવારજનોને ખાતરી આપુ છું કે તેમને ઝડપથી ન્યાય મળશે. જેના માટે ગુજરાત પોલીસ કાર્યરત છે.
અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2022
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
તો બીજી તરફ યુવાનની હત્યાના પગલે આવતીકાલે રાણપુર બંધનું એલાન કરાયું છે. રાણપુર તાલુકા હિન્દુ સમાજ દ્વારા આ બંધનું એલાન અપાયું છે. સાથે જ મૌન રેલી યોજીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવશે. હત્યાના બનાવને લઈને શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે.

તો પોલીસની પ્રાથમિક તપાસમાં થોડા દિવસ પહેલા મૃતક કિશને એક ધર્મ વિરૂદ્ધ સોશયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખીને કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

