મોરબી જિલ્લામાં કોરોના મહામારીની બીજી લ્હેર વખતે મોટા પાયે લોકો કોરોના પોઝીટીવ આવી રહ્યા હતા તેવાં સમયે મોરબી જિલ્લાની ઘણી બધી હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી લોકો દર્દીઓને જામનગર ,રાજકોટ,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ સુધી ધક્કા ખાઈ રહ્યા હતા.

આવા સમયે એમ્બ્યુલ્ન્સ ચાલકો દ્વારા પણ મોટી કિમત વસુલવામાં આવી હતી તો ગ્રામ્ય વિસ્તારમાંથી તો શહેરી વિસ્તારમાં લાવવા એમ્બુલન્સ જ ન હોવાથી લોકોને પોતાના ખર્ચે અન્ય વાહનમાં લઈને આવવું પડતું હતું આ સ્થિતિ જોઈ જે તે વખતે સાંસદ મોહન કુંડારિયા દ્વારા તેમજ બ્રિજેશ મેરજા દ્વારા સરકાર તરફથી વિકાસ કામ માટે મળતી ગ્રાન્ટ એમ્બ્યુલન્સ માટે ફાળવવાની જાહેરાત કરી હતી. સાંસદની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લાને ત્રણ જેટલી એમ્બ્યુલન્સ મળી ચુકી છે.

તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હાલ 4 એમ્બ્યુલન્સ મળી છે જેમાંથી એક સિવિલ હોસ્પીટલમાં શરુ કરી દેવાઈ છે તો બીજી બે એમ્બ્યુલન્સ ભરતનગર પીએચસી અને જેતપર પીએચસીને સોપવામાં આવી હતી જેનું આજે મંત્રી બ્રિજેશ મેરજાના હાથે લોકાર્પણ કરાયું હતું જયારે વવાણીયા પીએચસીમાં સોપવામાં આવી છે આ એમ્બ્યુલન્સનું આગામી દિવસમાં લોકાર્પણ કરાશે

