HomeGujaratમોરબીમાં એસટી ડેપોના કેશિયરને પટ્ટાવાળાએ છરીના ઘા ઝીકી દીધા,માત્ર આવું હતું કારણ

મોરબીમાં એસટી ડેપોના કેશિયરને પટ્ટાવાળાએ છરીના ઘા ઝીકી દીધા,માત્ર આવું હતું કારણ

મોરબીના એસટી ડેપોમાં કેશિયર ફરજ બજાવતા નરવીરસિંહ રણજીતસિંહ ઝાલા સવારના સમયે ડીઓઆર ઓફિસમાં ફરજ પર હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની પાસે માવાની માંગણી કરી હતી જોકે નરવીરસિંહે પોતે મસાલો ખાતા નથી તેમ જણાવતા ડેપોના પટ્ટાવાળા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનિયા ધસી આવ્યા હતા અને માવાની કેમ ના પાડી તેમ કહી છરી બતાવી હતી અને ગળાના ભાગે મૂકી દીધી હતી જોકે કેશિયરે પોતાના સ્વબચાવમાં આડો હાથ નાખતા હાથમાં ઈજા પહોચી હતી આ દરમિયાન મુસ્તાક અને તેની સાથેના અજાણ્યા શખ્સે ઢીકા પાટુનો માર માર્યો હતો ઓફિસમાં જોશથી આવાજ આવતા અન્ય સ્ટાફ આવી જતા બન્ને ફરાર થઇ ગયા હતા જે બાદ ડેપો મેનેજરને જાણ કરી હતી.બનાવ અંગે નરવીરસિંહે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસેઆરોપી મુસ્તાક અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW