HomeGujaratવૃદ્ધ આરોપીના ફોઇ સાથે બેસી હસી મજાક કરતા હોય,લાગી આવતા પતાવી દીધા,

વૃદ્ધ આરોપીના ફોઇ સાથે બેસી હસી મજાક કરતા હોય,લાગી આવતા પતાવી દીધા,

મોરબીના ઘૂટું ગામમાં રહેતા ધરમસીભાઈ પુંજાભાઈ પારેચા નામના વૃદ્ધની ગળે ટુપો દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનામાં પોલીસે મૃતકના પુત્ર અશોકભાઈ પરેચાએની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી.આં ઘટનામાં મૃતકના પુત્રને મુન્નાભાઈ સોમાભાઈ મેર વિરદ્ધ શંકા વ્યક્ત કરી હતી ફરીયાદીની શંકાના આધારે પોલીસે મુન્ના સોમાં મેરની અટકાયત કરી પુછપરછ કરતા તેને જ વૃદ્ધની હત્યા કર્યાની કબુલાત કરી હતી

મૃતક ધરમશીભાઈ પારેચા (ફાઈલ તસવીર )

આ સાથે તેને જણાવ્યું હતું કે મૃતક ધરમશીભાઈ અવાર નવાર તેમના ફઈ સાથે ઉઠક બેઠક કરતા અને તેમની સાથે હસી મજાક કરતા હતા જે બાબતે તેના મિત્રો પણ તેને મેણા ટોણા મારતા હતા જેથી તેને લાગી આવ્યું હતું જેથી વાડીએ તકનો લાભ લઈ વૃદ્ધના જ મફલર વડે ગળે ટુપો દઈ પતાવી દીધા હતા અને તેની પાસેથી 16 હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા બાદમાં તેના અન્ય એક મિત્ર વિક્રમ શમ્ભુ ઠાકોરની મદદથી લાશ સગેવગે કરી નીકળી ગયા હતા. આરોપીની કબુલાત બાદ પોલીસે આરોપી મુન્ના સોમાં મેરની ધરપકડ કરી હતી સાથે સાથે તેની પાસેથી રૂ 16,000 પણ જપ્ત કર્યા હત આ ઉપરાંત અન્ય આરોપી વિક્રમ સંભુ ઠાકોરની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW