મોરબી જિલ્લાના સૌથી પછાત વિસ્તાર એવા માળીયા પંથકમાં મોટી સંખ્યામાં લોકો માછીમાર સમુદાય માછીમારી અને ઝીંગા વ્યવસાય સાથે જોડાયેલ છે, ચોમાસાની ઋતુ દરમ્યાન જલાઇથી નવેમ્બર મહિના દરમ્યાન માછીમાર સમુદાય કચ્છના નાના રણમાં સુરજબારી થી ટીકર રણ વિસ્તારમાં માછીમારી કરવા જાય છે જાય છે અને આ જ રણ વિસ્તારમાં મીઠાનો ઉદ્યોગ પણ નવેમ્બર માસથી જુન માસ દરમ્યાન શરૂ થાય છે.મીઠાના ઉદ્યોગ સમયે મીઠાની મોટી કંપનીઓ દ્વારા રણ વિસ્તારમાં મોટા મોટા માટીના પાળા બનાવે છે. આ પાળા મીઠાના ઉદ્યોગ સમય પૂરો થયા બાદ પણ તે મોટી દિવાલ જેવા પાળા એ જ સ્થિતિમાં ઉભા રહે છે. જેથી માછીમારી વ્યવસાય સાથે આ પાળાને લીધે રણમાં પાણીની અવર જવર બંધ થઇ જાય તે મુજબ ઘણીવાર ક્રિક પણ બંધ થઇ ગઈ છે જેથી માછીમારી વ્યવસાય મૃતપ્રાય સ્થિતિમા છે.આ રણ વિસ્તારમાં સારી ગુણવત્તાવાળા ઝિંગા મળે છે અને તેનાથી માછીમાર સમુદાય જીવન નિર્વાહ કરે છે.મીઠા ઉધોગકારો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર ગરીબ માછીમાર પરિવારનો આજીવન છીનવવા પ્રયાસ થઈ રહ્યો છે.આમાંથી ઘણો બધો વિસ્તાર ઘુડખર અભ્યારણ માં આવતો હોય જે બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ બાબતે આજે માછીમાર પરીવાર દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

