HomeGujaratમોરબીમાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા રિહર્સલ કરાયું

મોરબીમાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા રિહર્સલ કરાયું

મોરબી જિલ્લામાં અગામી બુધવારના રોજ 73માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 09 વાગ્યે યોજાશે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. 

આ રિહર્સલમાં કલેક્ટરે અધ્યક્ષનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનો અંગે સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનાં દિવસે પદાધિકારી અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી મુનાફખાન પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મામલતદાર રૂપાપરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW