HomeGujaratપાટડીમાં શા માટે બે પરિવાર વચ્ચે ખેલાયું સશસ્ત્ર ધીંગાણું, આ વિસ્તારમાં પોલીસનો...

પાટડીમાં શા માટે બે પરિવાર વચ્ચે ખેલાયું સશસ્ત્ર ધીંગાણું, આ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત

પાટડી ગામે પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાતા ચકચાર મચી ગઈ છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં તો અન્યને સોલા સિવિલમાં ખસેડાયા હતાં. પોલીસે પાંચ મહિલા સહિત 10 સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર સબીરભાઈ પઢિયારના જણાવ્યા પ્રમાણે સબીરભાઈના મોટાભાઈ અશરફભાઈનો પુત્ર સિકંદર પાટડી બાજપાઈનગરમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. આ વાતની જાણ યુવતીના ઘરે થઈ જતા તમામને માફી માંગવાનું અને જાહેરમાં થપ્પડ મારવાનું કહ્યું હતું. જે વાતની ના પાડતા મનદુઃખ રાખી છોકરી પક્ષેથી છરી, પાઈપ, ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં મોહમ્મદ રફીકને છરીનો ઘા મારી ઈજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ સારવાર માટે ખસેડાયા હતાં.

આ અંગે બાજપેઈનગરમાં રહેતા રેશમાબાનુ અલ્તાફભાઈ, સિમરનબેન ઈમરાનખાન, તનજીલાબાનુ, ઈમરાનખાન તાલીમહુસેન, સાહીદભાઈ તાલીબહુશેન, રહીમાબેન તાલીબહુસેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે સામાપક્ષે ઈમરાનખાન ગોરીની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ભાણીને અશરફભાઈનો પુત્ર સિકંદર હેરાન કરી રહ્યો હતો. જેનો ઠપકો આપ્યો હોવાનું મનદુઃખ રાખીને મહમ્મદ રફીકે તનજીલાબાનુને વેપારીવાસમાં આવ્યા ત્યારે તે સમયે આ બાજુ નહીં આપપાવું અને જો આવશે તો પગ ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી.

આ બાદ તેમને ઘરે સમજાવવા માટે ગયા હતા. ત્યારે સામાપક્ષે ઉશ્કેરાયેલા શખસોએ ધારિયા, પાઈપ, એરગન વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ તેમણે શહેનાજબેન, સબીરભાઈ વલીભાઈ, રસુલભાઈ વલીભાઈ તથા મહમ્મદ રફીક વિરૂદ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW