HomeGujaratWI ટીમ બનશે ગુજરાતની મહેમાન,વન ડે મેચ અ'વાદમાં T20 કોલકાતામાં

WI ટીમ બનશે ગુજરાતની મહેમાન,વન ડે મેચ અ’વાદમાં T20 કોલકાતામાં

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમની ઈન્ડિયા ટુરનું એલાન થઈ ચૂક્યું છે. ભારતમાં રમવા આવતી ટીમને કોરોનાનો કોઈ ચેપ ન લાગે એ માટે Bcciએ પ્લાન B બનાવી નાંખ્યો છે. દેશમાં વધી રહેલા ઓમીક્રોનના સંક્રમણ વચ્ચે હવે અમદાવાદ સિટીમાં વન ડેની ત્રણેય મેચ તથા T20 કોલકાતામાં રમાડવાનું હાલ નક્કી થયું છે. હવે ટીમે જુદા જુદા સિટીમાં કોઈ પ્રવાસ કરવાની જરૂર રહેશે નહીં. ચુસ્ત પ્રોટોકલ વચ્ચે બે ટીમ બંને સીરિઝ રમશે.

આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડની ટુર અને ફિક્સચર કમિટીએ બુધવારે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં વન ડે અને T20 સીરિઝ માટે જુદા જુદા છ સ્થળ ફરવાના બદલે માત્ર 2 જ સિટી પર પસંદગી ઊતારી છે. બોર્ડને આ પ્લાન પસંદ પડતા શનિવારે અમદાવાદ તથા કોલકાતામાં સીરિઝનું આયોજન થશે એવી સત્તાવાર જાહેરાત કરી છે. આ અંગે બોર્ડે એક ટ્વિટ પણ કર્યું હતું. આ સીરિઝ માટે પહેલા તા.6,9,12 ફેબ્રુઆરીના દિવસ વન ડે મેચ અમદાવાદ, જયપુર અને કોલકાતામાં યોજવા યોજના તૈયાર કરી હતી. જ્યારે T20 મેચ તા.15, 18, અને 20 ફેબ્રુઆરી પૈકી કટક, વિશાખાપટ્ટનમ અને ત્રિવેંન્દ્રમમાં રમાવવાની હતી. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને રાખીને આ યોજનામાં જોખમ હોવાનું જાણવા મળ્યું. પછી પ્લાન B અંતર્ગત અમદાવાદ અને કોલકાતા પર પસંદગી ઊતારી હતી. આ અંગે પછીથી સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ માહિતી જાહેર કરવામાં આવી હતી. આ યોજના જાહેર થતા ફરી એકવખત અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ધમધમશે. જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.જેમાં 92000 બેઠક ક્ષમતા છે.

ગુજરાત ક્રિકેટ એસો.ના અધિકારીએ જણાવ્યું હતું કે, કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટમાંથઈ વધુ પડતી બેઠક બાદ કરી દેવાઈ છે. જે ગણતરીના ફાયનલ અરેજમેન્ટ બાદ જાણ થઈ કે, મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહીં પણ 1 લાખ 32 હજાર છે. કુલ 22000 બેઠકો ગુજરાત ક્રિકેટ એસો. તરફથી મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. જોકે, વન ડેનું આયોજન થતા ફરી મોટેરામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થશે. પણ આ મેચ જોવા માટે દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં એ અંગે હજું કોઈ સ્પષ્ટતા થઈ નથી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે અને T20નો કાર્યક્રમ
6 ફેબ્રુઆરી, પહેલી વનડે – અમદાવાદ
9 ફેબ્રુઆરી, બીજી વનડે – અમદાવાદ
11 ફેબ્રુઆરી, ત્રીજી વનડે – અમદાવાદ
16 ફેબ્રુઆરી, પહેલી T20- કોલકાતા
18 ફેબ્રુઆરી, બીજી T20- કોલકાતા
20 ફેબ્રુઆરી, ત્રીજી T20- કોલકાતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW