બીટાઉનમાં એક યુવાનના પ્રેમ પ્રકરણની ગોસિપ થવા લાગી છે. હા, સૈફ અલી ખાનનો મોટો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (પટૌડી) અને ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પુત્રી પલક તિવારીની ઈન રિલેશપશીપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા પાછળનું કારણ એ છે કે બંને એક જ કારમાં સાથે જોવા મળે છે. ઈબ્રાહીમ અને પલક ગઈકાલે રાત્રે સાથે જોવા મળી હતી. જેમાં પલક પાપારાઝીને જોઈને પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. હવે સારી મિત્રતામાં આવું કોઈ કેમ કરે?

પાપારાઝીએ ઈબ્રાહિમ અને પલકને કારની પાછળની સીટ પર બેઠેલા દેખાયા હતા. આ તસવીરો અને વીડિયો લેવા લાગ્યા હતા. કેમેરા જોઈને પલક પોતાનો ચહેરો છુપાવવા લાગી હતી.કે, તેની પ્રતિક્રિયા કોઈ કામની ન હતી. લોકોએ તેને ઓળખી લીધો હતો. પલક પણ લોકોની નજરમાં કેદ થઈ ગઈ હતી. તે જ સમયે, ઇબ્રાહિમ તેની બાજુમાં આરામથી બેઠી જોવા મળ્યો હતો. તેણે પાપારાઝીના કેમેરા તરફ જોયું નહીં, પરંતુ ઈબ્રાહિમ હસતો જોવા મળ્યો. પછી એવી રીતે હસતો હતો કે એની જાણે ચોરી પકડાઈ ગઈ હોય. જો કે, જ્યાં સુધી ઈબ્રાહિમ અને પલક તેમના સંબંધો પર કંઈ ન કહે ત્યાં સુધી તેમના લવ અફેર્સ વિશે વાત કરવી યોગ્ય નથી.

બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. યુઝર્સ અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને મિત્ર માની રહ્યા છે. કેટલાક તેમને મિત્ર માની રહ્યા છે, જ્યારે કેટલાકને લાગે છે કે તેમની વચ્ચે મિત્રતા કરતાં પણ વધુ કંઈક છે. તે જ સમયે કેટલાક લોકોને પલકની પ્રતિક્રિયાને અમુકે ઓવર-રિએક્શન કહ્યા છે, તો કોઈએ કહ્યું કે જો તમે મિત્ર છો, તો પછી ચહેરો છુપાવવાની શું જરૂર છે. એક યુઝરે લખ્યું, પલક આવા સ્કેન્ડલમાં નવી છે, જ્યારે ઇબ્રાહિમ તેની પરવા નથી કરતો. બીજાએ લખ્યું ‘મોઢું છુપાવવાની શું જરૂર છે.’ બીજાએ લખ્યું, ‘આ શું છે? જો તમે મિત્ર છો તો તમને શેની શરમ આવે છે અથવા હવે બ્રેકઅપ લિંકઅપ શરૂ કરી દીધું છે કે શું. આવી રીતે પબ્લિસિટી લેવાની છે. વધુ એક યુઝરે એવું લખ્યું કે, હવે કરીના આવે તો એની સાથે પણ ડેટ ન કરતો.
ઈબ્રાહિમ અને પલકને એકસાથે સ્પોટ થતા જોઈને આશ્ચર્ય થાય છે. આજ સુધી બંને ક્યારેય એકસાથે જોવા મળ્યા નહોતા અને ન તો તેઓ કોઈ રીતે એની પ્રોફેશનલ રીલેશનશીપની કોઈ વાત સામે આવી હતી. એવામાં પલક અને ઈબ્રાહિમ અચાનક એક સાથે જોવા મળતા એ પણ કારમાં એ ચિત્ર સૌ કોઈને ચોંકાવી શકે છે. ઇબ્રાહિમ અલી ખાન સૈફ અને અમૃતા સિંહનો પુત્ર છે. તેણે હજું સુધી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રીતે એન્ટ્રી કરી નથી. પણ એની ચર્ચા ફિલ્મ સ્ટારથી કમ નથી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તાજેતરમાં જ હાર્ડી સંધુના મ્યુઝિક વીડિયો બીજલીમાં જોવા મળી હતી. જેના કારણે તે ખૂબ પોપ્યુલર થઈ છે.

