મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલ ટીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષો પહેંલા 100 ચોરસવાર પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ 100 ચોરસવાર પ્લોટના 20થી વધુ પરિવાર વસવાટ કરી રહ્યા છે.જે પૈકી 11 મકાનના પરિવારને આવવા જવાનો રસ્તો લાંબા સમયથી બાજુમાં આવેલ એક સ્ટોનક્રશર દ્વારા દીવાલ કરી દેવામાં આવી છે.જયારે બીજી તરફ તળાવ હોવાથી ત્યાં પણ આવન જવન શક્ય નથી.

અગાઉ સ્થાનિકો જે સ્થળેથી નીકળતા હતા તે પ્લોટ પર મકાનનું બાંધકામ શરુ થયું છે જેના કારણે વિસ્તારમાં રહેતા 11 પરિવારને હાલ આવવા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.અગાઉ લાંબા સમય સુધી તાલુકા મામલદાર,ટીડીઓ ડીડીઓ સહીત અલગ અલગ સ્થળે અનેક વખત રજૂઆત અને ધરણા કરવામાં આવ્યા હતા. સ્જેટોન ક્રશર પાસેના રસ્તાની મેટર કોર્ટમાં ચાલતી હોવાથી હાલ તેમાં કોઈ પગલા લેવા શક્ય ન હોવાથી તળાવ પાસે સર્વે કરાવી નવો રસ્તો બનાવવા આદેશ કર્યો હતો.જે બાદ આ વિસ્તારમાં સર્વે કરી નવા રસ્તા માટે મંજુરી મળી ગઈ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા જાણી જોઈ રાગ દ્વેષ રાખી આ વિસ્તારમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી

હાલ આ 11 પરિવારને ઘરમાંથી નીકળવાનું બંધ થઇ ચુક્યું છે.આ બાબતે સ્થાનિકોએ ફરીવાર ટીડીઓ ડીડીઓ અને તાલુકા મામલતદારને અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા માગની કરી છે.જો વહેલી તકે નવો રસ્તો નહી બનાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

