HomeNationalપાડોશીએ એવી વાતને લઈને ઝઘડો કર્યો કે, વાંચીને માન્યમાં નહીં આવે

પાડોશીએ એવી વાતને લઈને ઝઘડો કર્યો કે, વાંચીને માન્યમાં નહીં આવે

પાડોશીઓ વચ્ચે ઝઘડા થાય એ કોઈ મોટી વાત નથી. મહાનગર જ નહીં નાના શહેરમાં પણ આ વાત સામાન્ય છે. પણ માત્ર આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ આ પ્રકારની માથાકુટ જોવા મળે છે. ઘણી વખત નાની અમથી વાત પર મોટા ઝઘડાઓ થાય છે. પણ મેક્સિકો સિટીમાંથી એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેને લઈને પાડોશીઓ વચ્ચે માથાકુટ થઈ ગઈ.

મહિલાઓ વચ્ચે થયેલા આ ડખાથી પોલીસ પરેશાન થઈ ગઈ હતી. જ્યારે કેસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ હતી. પોલીસને પણ ખ્યાલ ન હતો કે, આ કેસનો ઉકેલ શું લાવી શકાય? પોલીસે બંને મહિલાઓ સાથે વાતચીત કરીને આ મુદ્દાનો નીવેડો લાવવા માટે પ્રયત્નો કર્યા છે. રીપોર્ટ અનુસાર મેક્સિકોના દક્ષિણપૂર્વી રાજ્ય કિંટાના રૂ Quintana Rooની રહેવાસી યુવિત્ઝાએ પોલીસ સામે માંગ કરી હતી કે, એની પાડોશમાં રહેતી મહિલાની ધરપકડ કરવામાં આવે. કારણ કે એના પાડોશમાં રહેતી મહિલા જાણી જોઈને અંડરવેર બગીચામાં સુકવવા મૂકે છે. જેથી તે પોતાના પતિને પોતાની માયાજાળમાં ફસાવી શકે. મહિલાએ કહ્યું કે, મહિલા પાડોશીની નજર એના પતિ પર છે. પછી પોતાના અંડરગ્રાર્મેન્ટ દેખાડીને પોતાની બાજું આકર્ષવા માગે છે. યુવિત્ઝાએ કહ્યું કે પાડોશમાં રહેતી મહિલા 23 વર્ષની છે. એને ઘણી વખત આવું ન કરવા માટે કહ્યું હોવા છે તે બગીચામાં અંડરગાર્મેન્ટ સુકવે છે. મહિલાએ દાવો કર્યો કે, જ્યારે પતિને રજા હોય ત્યારે તે આવા કપડાં સૂકવવા માટે બગીચામાં આવે છે. પછી તે પતિને જોયા કરે છે.

પછી પોતાની બાજું આકર્ષવા માગે છે. હકીકતમાં તે પતિને પોતાની માયાજાળમાં ફસાવવા માગે છે. આ કેસ સાામે આવતા થોડા સમય માટે પોલીસ પણ ગુંચવાઈ ગઈ હતી. ખબર ન પડી કે, યુવિત્ઝાને કેવી રીતે સમજાવી શકાય? પાડોશી ખુલ્લામાં અંડરગ્રામેન્ટ સુકવીને કોઈ ગુનો નથી કરતા. પોલીસે બંને મહિલાઓને સાથે બેસાડીને મામલો ઉકેલવા માટે અપીલ કરી છે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, આ મામલે કોઈ ગુનો નોંધાયો નથી. બંનેમાંથી કોઈ મહિલાએ ગુનો કર્યો નથી. તેથી પોલીસ કોઈ ખોટી ફરિયાદ ન દાખલ કરી શકે. પાડોશી છે એટલે એકસાથે બેસીને આ મુદ્દાનો નીવેડો લાવે. પણ યુવિત્ઝાની જીદને લઈને મહિલા પોલીસની મદદ લેવી પડી હતી.

(તસ્વીર-પ્રતિકાત્મક )

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW