HomeGujaratપરિણીતાનું શંકાસ્પદ મોત,રીપોર્ટમાં ભેદ ખુલતા સાસરિયા શંકાના દાયરામાં

પરિણીતાનું શંકાસ્પદ મોત,રીપોર્ટમાં ભેદ ખુલતા સાસરિયા શંકાના દાયરામાં

બોરસદમાં આવેલા ઠક્કર ખમણ હાઉસના નામથી વેપાર કરતા એક પરિવારમાં મહિલાનું મોત સાસરિયાવાળાને હવે ભારે પડી રહ્યું છે. બુધવારે બપોરના સમયે બાથરૂમમાં શંકાસ્પદ મોત થયું હોવાની ઘટના બોરસદમાંથી સામે આવી હતી. આ ઘટનાને સંદર્ભે પરિણીતાના સાસરિયામાં જાણ થતા પરિવારજનો બોરસદ દોડી આવ્યા હતા. પરિણીતાના પીયર પક્ષના લોકોને એવી આશંકા હતી કે, મૃત્યુ થવા પાછળનું કારણ કોઈ બીજું હોઈ શકે છે.

તેથી મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં ગળાના ભાગે કેટલાક નિશાન મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. બોરસદમાં ઠક્કર ખમણ હાઉસથી જાણીતા અમિત ઠક્કર બોરસદ આણંદ રોડ પર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. જેમના લગ્ન સુરતમાં રહેતી રોક્ષા નામની યુવતી સાથે થયા હતા. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. મંગળવારે મહિલાનું બાથરૂમમાં સ્નાન કરવા જતા સમયે મોત નીપજ્યું હતું. આ અંગે સાસરીયાવાળાએ પીયર પક્ષને ફોન કરીને રોક્ષા પડી ગયા અને ઈજા થઈ હોવાની વાત કહી હતી. થોડી વાર પછી બીજી વખત ફોન આવ્યો જેમાં એમનું નિધન થયા હોવાની વાત કહી હતી. આ વાત સાંભળતા સુરતમાં રહેતા પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ પરિણીતાના અંતિમ સંસ્કાર કરવાની વિધિ શરૂ થઈ ગઈ હતી. મહિલાનું આ રીતે અચાનક મોત થતા મામલો સમગ્ર શહેરમાં ચર્ચામાં રહ્યો છે. બોરસદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

પછી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં હકીકત બીજી સામે આવતા સાસરીયાનો પરિવાર આશંકાના દાયરામાં આવી ગયો હતો. પોલીસે પરિણીતાના મામલે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, મહિલાના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. બાથરૂમમાંથી એનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ભાઈ ધવલ ગંગદેવે કહ્યું હતું કે, સોમવારની રાત્રે બેનનો મેસેજ આવ્યો હતો. જે કોઈ ખાસ નહીં પણ ફોર્વડ મેસેજ હતો. પણ આમાં સાસરિયાની કોઈ માંગ હોય એવી રજૂઆત હતી. તેણે મોકલેલો મેસેજ મેં સવારે જોયો હતો. પણ ફોન કરવાનું રહી ગયું. થોડા સમય પહેલા ભાઈ અંકુર એના ઘરે રહેવા માટે ગયો હતો એ સમયે જ્યારે તે સુતો હતો ત્યારે બેનનો રડવાનો અવાજ આવ્યો હતો.એ પછી રોક્ષા બંને બાળકોને લઈને પીયરમાં આવી ગયા હતા. પછી સમાધાન થતા ફરી એને તેડી ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW