HomeGujaratકોરોના કાળમાં વૃદ્ધાશ્રમમ હાઉસફૂલ, 55ની ક્ષમતા સામે 52 અરજી પેડિંગ

કોરોના કાળમાં વૃદ્ધાશ્રમમ હાઉસફૂલ, 55ની ક્ષમતા સામે 52 અરજી પેડિંગ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા ધીમે ધીમે સ્થિતિ વણસી રહી છે. નાના મકાન અને મોટા કુટુંબ ધરાવતા પરિવારમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડીલો વૃદ્ધાશ્રમની મદદ લઈ રહ્યા છે. જેથી હવે વૃદ્ધાશ્રમમાં ઈન્ક્વાયરીની સંખ્યામાં મોટો વધારો થયો છે. રાજકોટ પાસે આવેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, બીજી વેવ દરમિયાન ઘણી ઈન્ક્વાયરી વધી હતી. એ પછી આંશિક ઘટાડો થયો. હવે કોવિડના કેસ વધતા ફરી ઈન્ક્વાયરીમાં વધારો થયો છે.

રાજકોટ શહેરમાં આવેલા વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મહારાષ્ટ્રથી પણ પૂછપરછ આવી રહી છે. કોરોનાની પહેલી વેવ બાદ વૃદ્ધાશ્રમમાં અત્યાર સુધીમાં 200થી પણ વધારે ફોન આવે છે.જેમાંથી 30 જેટલા ફોન તો મહારાષ્ટ્રમાંથી આવેલા છે. જ્યારે એક ફોન આંધ્ર પ્રદેશમાંથી પણ આવ્યો હતો. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા ઘણા પરિવારોની સ્થિતિ આર્થિક રીતે ડામાડોળ થઈ ગઈ છે. જેના કારણે કેટલાક પરિવારો વૃદ્ધાશ્રમનો સહારો લઈ રહ્યા છે. દર બેથી ત્રણ દિવસે નવા એડમિશન માટે ફોન આવે છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં કુલ 55 વડીલો રહી શકે એવી ક્ષમતા છે. પણ આની સામે 52 અરજીઓ પેડિંગ છે. આ વૃદ્ધાશ્રમને 25 વર્ષ થયા છે. છેલ્લા 25 વર્ષમાં થયું નથી એવું હવે જોવા મળ્યું છે. અગાઉ જેટલા ફોન આવતા ન હતા એટલા ફોન હવે આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાકાળમાં નવા એડમિશન માટે ફોન આવે છે. ટ્રસ્ટીઓ તથા નિષ્ણાંતો તરફથી સર્વે કરવામાં આવતા જાણવા મળ્યું કે, કેટલાક પરિવારમાં લોકોને રોજગારી ન મળવી, ધંધા બંધ થઈ જવા જેવા મુદ્દાઓની અસર જોવા મળી છે. જેના કારણે લોકોની આવક બંધ થઈ ગઈ છે.

નાનું મકાન અને મોટો પરિવાર ધરાવતા હોય અને રોજગારીના રસ્તા બંધ થઈ જાય તો વડીલો માટે વૃદ્ધાશ્રમનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. મુંબઈથી પૂછપરછ થવા પાછળનું કારણ એ છે કે, ત્યાં રહેલા પરિવારના કોઈ સ્નેહી સંબંધી સૌરાષ્ટ્રમાં રહેતા હોય છે. એટલા માટે ઘણ આંગણે વૃદ્ધાશ્રમનો રસ્તો ચિંધવામાં આવે છે. માત્ર દીકરાના જ ફોન આવે એવું નથી. ઘણી વખત આર્થિત સ્થિતિ સક્ષમ ન હોવાને કારણે દીકરાના બદલે વડીલો પોતે વૃદ્ધાશ્રમમાં ફોન કરીને એડમિશન લેવા માટે અરજી કરે છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને વૃદ્ધાશ્રમમાં પણ ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યા છે. જેમાં કે મુલાકાતીઓ પર પાબંધી, માસ્ક અને સેનિટાઈઝર ફરજિયાત, સત્સંગ, સવાર અને સાંજે થતી આરતી તથા દાતાઓના જમણવાર બંધ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW