મોરબીના બોરિયાપાટી વિસ્રતારમાં રહેતા જેઠાભાઈ અજાભાઇ નકુમ રવાપર રોડ પર આવેલ કેનાલ ચોકડી પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ડબલ સવારી બાઈક લઈને નીકળેલા બે શખ્સ અચાનક આડા પડતા તેનું બાઈક અથડાઈ નીચે પડી ગયું હતું ઘટનામાં જેઠાભાઈને ઈજા પહોચી હતી

બનાવની જાણ થતા મોરબીના મહેન્દ્રનગર લોકેશનની 108ની ટીમના પાઈલોટ હનીફ દ્લવાની અને ઇએમટી ઇકબાલભાઈ ઘાંચી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આધેડને સારવાર અર્થે ક્રિશ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા

