HomeGujaratરાજકોટ મ્યુનિસિપલ કમિશનર અરોરાની તબિયત લથડી, કોરોના રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અરોરાની તબિયત લથડી, કોરોના રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ શહેરમાં કોરોનાના કેસો કુદકેને ભુસકે વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર પહોંચી ચુકી છે. ગઈકાલે શહેર અને જિલ્લાના મળીને 1400 કરતા વધારે કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ કોરોનાની લહેરમાં મનપાના અનેક કર્મચારીઓ અને પદાધિકારી તથા સત્તાધિશો ઝપડે ચડી ચુક્યાં છે. ત્યારે હવે મ્યુનિ. કમિશનરની તબિયત લથડી છે. કોરોનાની શંકાએ તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત નાદુરસ્ત થતા આજે સવારે મળેલી મહાપાલિકાની જનરલ બોર્ડમાં મિટીંગમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા નહીં. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ઘરે આઉસોલેટ થયા છે. કોરોનાની શંકાએ તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. પરંતુ હજુ સુધી તેમનો પોઝિટીવ કે નેગેટિવનો રિપોર્ટ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા પણ તેમને તાવ આવ્યો હતો. ત્યારે પણ તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW