દુનિયામાં ફરી એકવખત કોવિડના કેસ વધી રહ્યા છે. નવો વેરિયન્ટ ઓમીક્રોન કોરોના કરતા વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઈને અનેક દેશે કેસને કંટ્રોલ કરવા માટે નિયમો લાગુ કરી દીધા છે. જાણે ત્રીજી વેવ શરૂ થઈ ગઈ હોય એવો દુનિયામાં માહોલ છે. ઓમીક્રોન 100થી વધારે દેશમાં ફેલાઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં લોકો ઓમીક્રોનથી સંક્રમીત થઈ રહ્યા છે. ઘણા મેડિકલ રીસર્ચ અને અભ્યાસમાંથી એ વાત જાણવા મળી છે કે, ઓમીક્રોન વેરિયન્ટ કોરોનાના અગાઉના વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ઈન્ફેક્શન ફેલાવી રહ્યો છે.
એક અભ્યાસ અનુસાર ઓમીક્રોનથી સંક્રમીત વ્યક્તિ માત્ર 24 કલાકમાં જ કોરોના સ્પ્રેડર બની શકે છે એટલે કે, બીજાને ઈન્ફેક્શન લગાવી શકે છે. આવા સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં આવનારા અન્ય વ્યક્તિ ઝડપથી કોરોનાથી સંક્રમીત થાય છે. જ્યારે ડેલ્ટા સહિતના અન્ય વેરિયન્ટમાં સંક્રમીત થયેલા લોકોને કોરોના સ્પ્રેડર બનવામાં બેથી ચાર દિવસનો સમય લાગે છે. અમેરિકાની મહામારી નિયંત્રણ એજન્સીના રીપોર્ટ અનુસાર કોવિડથી સંક્રમીત વ્યક્તિમાં એના લક્ષણ શરૂ થયા એના થોડા દિવસ પહેલા અને સમાપ્ત થાય એ પહેલાના થોડા દિવસ પછી કોવિડ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. જ્યારે ઓમીક્રોનના કેસમાં વ્યક્તિમાં એક દિવસમાં કોરોના સંક્રમણ અન્ય વ્યક્તિઓમાં લગાતા વાર નથી લાગતી. 24 કલાકમાં જ સંપર્કમાં આવેલાને ચેપ લાગી શકે છે. ઓમીક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાને કારણે હાલના આ સમયને નિષ્ણાંતોએ ઈન્ક્યુબેશન પીરિયડ કહ્યો છે. કોઈ વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ આવ્યા બાદ તેના સંપર્કમાં કોઈ આવે છે અને લક્ષણ બીજી વ્યક્તિમાં જોવા મળે છે તો એને ઈન્ક્યુબેશન પીરિયડ કહે છે.

ડેલ્ટા વેરિયન્ટમાં આ સમય મર્યાદા ચાર દિવસ અને આલ્ફા વેરિયન્ટમાં આ સમય મર્યાદા પાંચ દિવસની હતી. પણ ઓમીક્રોનમાં માત્ર ત્રણ દિવસ ઈન્ક્યુબેશન પીરિયડ જોવા મળ્યો છે. તેના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેની અસર ગળામાં જોવા મળે છે. કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ઓમીક્રોનનું ઈન્ફેક્શન લાગે છે. આ અંગે હોપકિંગ સેન્ટ ઓફ સિક્યુરિટીના નિષ્ણાંત ડૉક્ટર જેનિફર નુજોનું એવું કહેવું છે કે, ઓછો ઈન્ક્યુબેશન પીરિયડ કોઈ પણ વાયરસ પર કાબુ મેળવવામાં ઘણી મોટી મુશ્કેલી ઊભી કરે છે. કોરોના વાયરસના લક્ષણ કોઈ વ્યક્તિમાં જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જોઈએ. લેબમાં થનારા વાયરસના ટેસ્ટ બાદ એની ઓળખ કરવી થોડું વધારે સંવેદનશીલ છે. જેમાં વાયરસને ડિટેક્ટ કરવાની ક્ષમતા વધારે હોય છે.

