શું કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમીક્રોન એક જ વ્યક્તિને બે વાર ચેપ લગાવી શકે છે? ઓમીક્રોન કોરોના કરતા વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સમયે સમગ્ર વિશ્વમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને આ કેસ પાછળનું સૌથી મોટું કારણ કહેવામાં ગણાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે શું વ્યક્તિને ઓમિક્રોનથી બે વાર ચેપ લાગી શકે છે.
જેના જવાબ છે હા, આવું બની શકે છે. મેડિકલ જગતના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિને ઓમિક્રોનથી બે વાર ચેપ લાગી શકે છે, જો કે તે બહુ જોખમી નહીં હોય. નિષ્ણાતોએ એવું જણાવ્યું હતું કે વિશ્વ બે વર્ષ જૂના રોગચાળાની નવી વેવ સામે લડી રહ્યું છે જેમાં ઓમિક્રોન મુખ્ય અને નવો પ્રકાર છે. અમેરિકાના રોગચાળાના નિષ્ણાત એરિક ફેઇગલ-ડિંગે જણાવ્યું હતું કે ઓમીક્રોનનો ફરીથી ચેપ લાગવો “ચોક્કસપણે શક્ય છે,” જો પ્રથમ ઓમીક્રોન ઈન્ફેક્શન “ઓછો પાવરફુલ” હતો જે વ્યક્તિની ઈમ્યુનિટી સિસ્ટમને હચમચાવી શક્યો ન હતો. આ સિવાય ઓમીક્રોન ફરીથી થવાનું એક કારણ વ્યક્તિની ખૂબ જ નબળી રોગપ્રતિકારક શક્તિ પણ હોઈ શકે છે. નિષ્ણાતે ટ્વીટ કર્યું, “જે લોકો તાજેતરમાં એક વખતના ઓમીક્રોન ઈન્ફેક્શનમાંથી સ્વસ્થ થયા છે તેઓને ફરીથી ઓમીક્રોન થવ અંગે ફરીથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જો તમારું પહેલું ઓમીક્રોન ઈન્ફ્કેશન ઓછું પાવરફુલ હોય તો તે ચોક્કસપણે શક્ય છે કે જે તમારા શરીરને મજબૂત કરવામાં સક્ષમ ન હતું. જે વ્યક્તિઓની રોગપ્રતિકારકશક્તિ નબળી છે તેઓ એલર્ટ રહે. સાવધાન રહે. દુનિયામાં અનેક એવા લોકો છે જે ઓમીક્રોનથી બીજી વખત ઈન્ફેક્ટેડ થયા છે. આવા કેસ પણ સામે આવ્યા છે.
There are lots of recent anecdotes about new #Omicron reinfections after a recent Omicron infection. It’s certainly possible if your first Omicron infection was a low-dose one that didn’t stimulate your immune system enough or if you’re immunocompromised. Be careful folks. 🙏 https://t.co/k0lcBibyl7
— Eric Feigl-Ding (@DrEricDing) January 15, 2022
દુનિયાના ઘણા લોકો કોવિડના ઉથલાથી પરિચિત છે. કારણ કે મહામારી પછીથી વેવમાં જોવા મળ્યું હતું કે, જે લોકો એક વખત સંક્રમીત થઈ ગયા હતા. એમના ઉપર પણ ઘણું મોટું જોખમ તો છે જ.પણ આ કોઈ નવી વાત નથી. જે લોકો વેક્સીનેટ થયા છે. એ લોકો પણ કોવિડથી ફરી ઈન્ફેક્ટેડ થઈ રહ્યા છે. કારણ કે વેક્સીન 100 ટકા ઈમ્યુનિટી સામે સુરક્ષિત નથી. એવામાં એક જ વ્યક્તિનો બીજી વખત ઓમીક્રોનનું ઈન્ફેક્શન લાગી શકે એ સવાલ અપેક્ષિત છે. કારણ કે, હાલની વેવમાં ઓમીક્રોન સૌથી વધારે સક્રિય છે. જે વ્યક્તિ ઓમીક્રોનથી બીજી વખત સંક્રમીત થયા છે એનો અર્થ એ કે, તેઓ ખૂબ ઓછા સમયમાં સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે. એક વખત સંક્રમીત થયા બાદ શરીરમાં વિકસીત થતી ઈમ્યુનિટી સિસ્ટમને વિકસતા ઓછામાં ઓછા સાતથી નવ મહિના લાગે છે. જે લોકો કોવિડના જૂના પ્રકારથી સંક્રમીત થયા હોય એમને ચોક્કસથી ઓમીક્રોનનો ચેપ લાગી શકે છે. એક જ વ્યક્તિ બે વખત ઓમીક્રોનથી સંક્રમીત થઈ શકે છે. ઓમીક્રોન સૌથી વધારે ઈન્ફેક્ટેડ છે. પણ કોવિડ જેટલી અસર કરતો નથી. રુટગર્સ ન્યુ જર્સી મેડિકલ સ્કૂલ અને રટગર્સ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના મહામારી ક્ષેત્રના નિષ્ણાંત પ્રોફેસર સ્ટેનલી વીસે કહ્યું કે, ઓમીક્રોન સૌથી વધારે ઈન્ફેક્ટેડ છે પણ કોવિડ જેટલી વ્યક્તિ પર એની કોઈ અસરકારતા નથી.

