Tuesday, July 2, 2024
HomeBussinessઅદાણી-અંબાણી ગુજરાત પર મહેરબાન,આ મોટા પ્રોજેક્ટ મળશે રોજગારી

અદાણી-અંબાણી ગુજરાત પર મહેરબાન,આ મોટા પ્રોજેક્ટ મળશે રોજગારી

Advertisement

રીલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પર મહેરબાન થયા છે. અંબાણીના નેતૃત્વવાળી કંપની રીલાયન્સ આવનારા એક દાયકા દરમિયાન ગુજરાતમાં ગ્રીન એનર્જી તથા અન્ય પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. જુદા જુદા પ્રોજેક્ટમાં કંપની રૂ.5.95 લાખ કરોડનું રોકાણ કરવાની છે. જ્યારે અદાણી ગ્રૂપ આવનારા દિવસોમાં ગુજરાતમાં એક સ્ટીલ પ્લાન્ટ ઊભો કરવાની તૈયારીમાં છે. અન્ય વેપારી તકની શક્યતાઓ શોધવા દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો સાથે પાંચ અબજ ડૉલરની સમજૂતી કરી છે.

RIL to double the investment and livelihood opportunities in Gujarat in a  decade: Mukesh Ambani at Vibrant Gujarat Summit 2019 | DeshGujarat

રીલાયન્સ ગ્રૂપ
જોકે, આ એક પ્રારંભિત સમજૂતી છે. ગુરૂવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ એક નિવેદન આપતા કહ્યું કે, કંપની રાજ્યમાં એક લાખ મેગાવોટનો એનર્જી પ્લાન્ય અને ગ્રીન એનર્જી હાઈડ્રોન ડેવલપમેન્ટ માટે રૂ.5 લાખ કરોડનું મોટું રોકાણ કરશે. આ સિવાય કંપની સૌર ફોટોવોલ્ટિક મોડ્યુલ, હાઈડ્રોજન ઉત્પાદન માટે ઈલેક્ટ્રોલાઈઝર, ઊર્જા ભંડાર બેટરી તથા ફ્યૂલ સેલના નિર્માણ માટે યુનિટ સ્થાપવાથી લઈ રૂ.60,000 કરોડનું મોટું રોકાણ કરશે. આ સાથે આવનારા ત્રણથી પાંચ વર્ષ માટે પ્લાન અંતર્ગત નવા પ્રોજેક્ટમાં રૂ.25000 કરોડનું રોકાણ કરશે. આ સિવાય રીલાયન્સ Jio પોતાના લોંગટર્મ પ્લાન અંતર્ગત 5G ટેકનોલોજી માટે ત્રણથી પાંચ વર્ષમાં રૂ.7500 કરોડનું રોકાણ કરશે. જ્યારે રીટેલમાં પાંચ વર્ષ દરમિયાન 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા પણ પ્રસ્તાવ મૂકાયો છે. કંપનીએ એવું પણ સ્પષ્ટ કર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2022ના પ્રચાર પ્રસાર કાર્યક્રમ દરમિયાન RILએ ગુજરાત સરકાર સાથે કુલ 5.95 લાખ કરોડના રોકાણ માટે સમજૂતી કરી લીધી છે. આ માટેના જરૂરી ડૉક્યુમેન્ટ ઉપર પણ સહી કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં આશરે 10 લાખ લોકોને રાજગારી મળી રહેશે એવી શક્યતાઓ છે. કંપનીએ ગુજરાત સરકારની સલાહથી કચ્છ, બનાસકાંઠા તથા ધોલેરામાં 100,000 મેગાવોટ ક્ષમતાના એનર્જી પ્લાન્ટ માટે જમીન શોધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Gautam Adani - 10 Interesting facts about Gautam Adani that you should know

અદાણી ગ્રૂપ
અદાણી ગ્રૂપ ગુજરાતમાં એક સ્ટીલ પ્લાન્ટ ઊભો કરવાની તૈયારીમાં છે. આ માટે અન્ય રસ ધરાવતા વેપારીઓને શોધવા માટે દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો સાથએ પાંચ અબજ ડૉલરની પ્રાથમિક સમજૂતી થઈ છે. બંને કંપનીઓએ ગુરૂવારે આ વિષય પર પોતાની સમજૂતી અંગેના ડૉક્યુમેન્ટ પર સહી કરી દીધી છે. જોકે, યોગ્ય રીતે પ્રોજેક્ટ મંજૂરી મળ્યા બાદ સ્ટીલ પ્લાન્ટ માટેનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. આ સમજૂતી બાદ સંયુક્ત નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુંદ્રામાં ગ્રીન એનર્જી, ઈકો ફ્રેન્ડલી ઉત્પાદન યુનિટ શરૂ કરવા અને અન્ય ઉદ્યોગો સહિત અનેક વ્યવસાયિક મદદની તક શોધવા માટે સહમતી બની છે. બીજી તરફ દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો માટે ભારતમાં સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવાનું સપનું પૂર્ણ થશે. આ એક મોટો અવસર કંપની માટે બની રહેશે. પોસ્કોએ થોડા વર્ષો પહેલા ઓરિસ્સામાં 12 અબજ ડૉલરની મોટી રકમથી એક સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવા જમીન માગી હતી. પણ જમીન સંપાદન અંગે વિરોધ થતા પ્લાન્ટના ઓન ફ્લોર પ્રોજેક્ટ પણ બ્રેક મારવી પડી હતી. અદાણી ગ્રૂપ અને પોસ્કો સાથે Mou પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સહી સિક્કા થયા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ ભાગીદારી ભારતના ઉદ્યોગમાં એક મોટી વૃદ્ધિ કરશે. આ એક મોટું યોગદાન રહેશે. ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનને એક મજબુતી મળી રહેશે. ગ્રીન બિઝનેસ અંતર્ગત ભારતને એક મજબુતી મળી રહેશે. પોસ્કોના મુખ્ય કાર્યપાલક અધિકારી જિયોંગ વુ ચોઈએ અદાણી સાથેના આ સંયુક્ત નિવેદનમાં ઉમેર્યું કે,સ્ટીલ મેન્યુફેક્ચરિંગમાં અમારી અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદાણી ગ્રૂપની નિપુણતા સાથે, બંને કંપનીઓ સ્ટીલ અને ઈકો-ફ્રેન્ડલી બિઝનેસમાં સહયોગથી કામ કરી શકશે. પોસ્કો દક્ષિણ કોરિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક છે અને તેની કેમિકલ, એનર્જી કંપની અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ દખલગીરી છે.

રાજ્ય ઉદ્યોગ વિભાગ અને અદાણી ગ્રૂપ તથા પોસ્કો વચ્ચે સમજૂતી પર સહી થઈ ચૂકી છે. આ સમજૂતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ મિટ 2022ના એક ભાગ સમાન છે. કોવિડને કારણે વાયબ્રન્ટ સમિટ મોકુફ રહી છે. જે તા.10થી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં યોજાવવાની હતી. જોકે, એવી કોઈ વાત સ્પષ્ટ થઈ નથી કે, બંને કંપનીઓ પોતપોતાની તરફથી કેટલું રોકાણ ગુજરાતમાં કરશે. આ સિવાય ભાગીદારીની કોઈ ખાતરી અંગે પણ ચોખવટ થઈ નથી. મુંદ્રામાં પ્રોજેક્ટ અંગે માત્ર શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જે પ્રોજેક્ટ વર્ષ 2026માં તૈયાર થવાની સંભાવના છે. જેની ઉત્પાદન ક્ષમતા 50 લાખ મેટ્રિક ટન હશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW