HomeGujaratBig Boss:તેજસ્વી પ્રકાશની 'બીમારી'નો ઈલાજ કરવામાં આવ્યો, ભડક્યા દબંગખાન

Big Boss:તેજસ્વી પ્રકાશની ‘બીમારી’નો ઈલાજ કરવામાં આવ્યો, ભડક્યા દબંગખાન

Big Bossસીઝન 15માં કન્ટેસ્ટન્ટ તેજસ્વી પ્રકાશ ખૂબ જ ચર્ચામાં રહી છે. પ્રતીક સહજપાલ પર એગ્રેસીવ થયા બાદ તે હાઈલાઈટ્સમાં રહી છે. જોકે, શમિતા શેટ્ટી પર ગંભીર આરોપ લગાવવાના મામલે પણ એનું નામ લેવામાં આવે છે. આ સિવાય કરણ કુંદ્રા પર આશંકા વ્યક્ત કરવા મુદ્દે પણ તેજસ્વી સતત હાઈલાઈટ્સમાં રહી છે. વીક એન્ડ વાર એપિસોડમાં આ વખતે હવે સલમાન ખાન પોતાનો નિર્ણય જાહેર કરશે.

આવનારા એપિસોડમાં સલમાન ખાન તેજસ્વીનો બરાબર ક્લાસ લઈ લે છે. છેલ્લા બે અઠવાડિયામાં સલમાન ખાનના ટાર્ગેટ પર કરણ કુંદ્રા રહ્યો હતો. પણ આ વખતે હોસ્ટને તેજસ્વી પ્રકાશનું વલણ યોગ્ય લાગ્યું નથી. તેથી શૉને લઈને એનું નામ સતત ચર્ચાય રહ્યું છે. સલમાનના મત અનુસાર તેજસ્વી એક સિમ્પેથી કાર્ડ રમી રહી હતી. આવનારા શૉનો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં સલમાન ખાને તેજસ્વી પ્રકાશને શટ અપ કહી દીધું છે. તેજસ્વીની ફરિયાદ પર સલમાન ખાન ગુસ્સે ભરાયો છે. સામે આવેલા પ્રોમો વીડિયોમાં સલમાન ખાન એવું કહે છે કે, તેજસ્વી તમે એક દુઃખ વારંવાર શા માટે વ્યક્ત કરો છો? આખી દુનિયા તમારી વિરુદ્ધમાં છે. તમે એકલા છો. તમે આ ચેનલ પર માછલા ધોવો છો. ચેનલને લઈને તમારી પીડા દેખાઈ રહી છે. જે થાળીમાં જમો છો એ જ થાળીમાં થૂંકવાનું કોઈ કરે? તમને હવે કરણની પણ ચિંતા નથી. મારા પર એક ષડયંત્ર ઘડાઈ રહ્યું છે, તમે શા માટે આ સિમ્પથી કાર્ડ રમો છો? જેના જવાબમાં તેજસ્વીએ એવું કહ્યું કે, મને સિમ્પથી જોઈતી નથી.

પણ સલમાન ખાન એક્ટ્રેસની વાતથી બિલકુલ સહમત નથી. તેજસ્વી પર ગુસ્સો ઠાલવતા સલમાને કહ્યું કે, શટ અપ તેજસ્વી. શૉનો આ પ્રોમો સામે આવ્યા બાદ એક વાત તો સ્પષ્ટ છે કે, શનિવારના એપિસોડમાં સલમાન ખાન આકરા મૂડમાં જોવા મળશે. સલમાન ખાનના ગુસ્સા સામે તેજસ્વી પોતાની જાતને કેવી રીતે સાબિત કરે છે એ જોવાનું છે. જોકે, આ પહેલા પણ તેજસ્વીએ કરણ પર આશંકા વ્યક્ત કરીને શૉને ચર્ચિત કરી દીધો હતો. આ શૉ સેલિબ્રિટીઓની વર્તણૂંક સિવાય પણ એમાં આપવામાં આવતા ટાસ્કને લઈને ચર્ચામાં રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW