આપણે ઘણા વિદ્યાર્થીઓ એવા જોતા હોઈએ છીએ કે પૈસાની અછતના કારણે કોચિંગ મેળવી શકતા નથી પણ લોખંડી ઈચ્છાશક્તિ અને કઠોર પુરૂષાર્થને કારણે એવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે છે જેણે પરિવારે કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય. આવો જ એક જાત મહેનત જિન્દાબાદનો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બલિયા નજીક ચાંદપુર ગામમાં રહેતા અમિતસિંહ સાથે થયો હતો. અમિતના પિતા અનિલ કુમાર ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ એસપી તરીકે પ્રતાપગઢની ઓફિસમાં ફરજ બજાવતા હતા.
પ્રારંભિક શિક્ષણ અમિતનું ગામની શાળામાં જ થયું હતું. બારમા ધોરણ પછી બી.ટેકનો અભ્યાસ કરીને ગુડગાંવની એક કંપનીમાં નોકરી શરૂ કરી. અમિતના પિતાની સરકારી નોકરી હોવા છતાં તેઓ બાળકોના અભ્યાસ પાછળ એટલા પૈસા ખર્ચ કરતા હતા કે અમિતના પિતા ઇચ્છે તો પણ ઘર લઈ શકતા ન હતા. અમિતના પિતાનું એક સપનું હતું કે પોતાનું ઘર હોવું જોઈએ. અમિતને પણ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નોકરી દરમિયાન કમળો થઇ ગયો હતો. જેની સારવારમાં સારી એવી રકમ ખર્ચાઈ ગઈ. અમિતને ગંભીર રોગની સારવાર માટે ઘરે પરત આવવું પડ્યું હતું. જયારે બે મહિના પછી તેની તબિયતમાં સુધારો થયો ત્યારે અમિતે ફરીથી નોકરીમાં શરૂ કરવાનું વિચાર્યું. અમિતની શારીરિક રીતે તબિયત એટલી બધી સારી ન હતી કે તે ફરીથી નોકરી પર જઈ શકે. આવી પરિસ્થિતિમાં ઘરે રહીને જ સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારી કરવાનું વિચાર્યું. ઘરે થીજ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. વગર કોઈ કોંચીંગે તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી.
ચાર મહિનાની તૈયારી સાથે યુપીએસસીની કસોટી આપી અને સફળતા પણ મેળવી. જાહેર થયેલા રિઝલ્ટમાં ઓગણીસમાં નંબરે પાસ થયો હતો. આથી અમિતે સખત મહેનત સાથે અધિકારી બનીને દેશમાં તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું. હાલમાં તે ડીએસપીની પોસ્ટ પર ઉત્તર પ્રદેશ પોલીસમાં છે. જોકે, સિવિલ સર્વિસમાં જુદી જુદી પોસ્ટ પર પાસ થવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે. આ માટે કોચિંગ અને ટ્યુશનના ખર્ચા પણ કરતા હોય છે. પણ અંતે નિષ્ફળતા પ્રાપ્ત થાય તો ક્ષેત્ર બદલી નાખે છે. પણ અમિત જેવા વિદ્યાર્થીઓ ખરા અર્થમાં બીજા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારનો પ્રેરણાસ્ત્રોત છે

