ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં આઠ મહિનાની લાંબી કોરોનાની સારવાર બાદ મધ્ય પ્રદેશના રીવાના ખેડૂતે અંતિમ શ્વાસ લીધા છે. આ ખેડૂતનું નામ ધર્મજયસિંહ છે. જેની ઉંમર 50 વર્ષની હતી. એમની કોરોનાની સારવાર પાછળ આશરે રૂ.8 કરોડનો ખર્ચ થયો હતો. વર્ષ 2021માં ધર્મજયનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લંડનના તબીબ એનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આશરે 254 દિવસ સુધી એની સારવાર કરવામાં આવી હતી.
એક્મો મશીન પર એમને રાખવામાં આવ્યા હતા. સારવારમાં દરરોજનો રૂ.3 લાખનો ખર્ચો થતો હતો. ખેડૂને સાજા કરવા માટે એના પરિવારને ગામમાં રહેલી 50 એકર જમીન પણ વેંચી નાંખી હતી. દેશમાં કોરોનાની સૌથી લાંબી સારવાર મેરઠના વિશ્વાન સૈનીની રહી છે. જેમણે 130 દિવસ પછી કોરોના વાયરસને માત આપી હતી. મુઉગંજના રકરી ગામે રહેતા ધર્મજયના તા.30 એપ્રિલના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તા.2 મેના રોજ કોરોના રીપોર્ટ આવતા પોઝિટિવ આવ્યા હતા. એના ભાઈ પ્રદિપે એવું કહ્યું કે, એક અઠવાડિયા પહેલા એનું બ્લડપ્રેશર ઘટ્યું હતું. એમને ICUમાં એડમીટ કરાયા હતા. બ્રેન હેમરેજ થયું હતું. પછી એને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ એની સ્થિતિમાં કોઈ રીતે સુધારો આવ્યો ન હતો. તા.18 મેના રોજ એર એમ્બુયલન્સથી ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. પછી તે ત્યાં જ એડમીટ થયા હતા. એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલા ધર્મજયના ફેફસાં 100 ટકા સંક્રમીત થઈ ગયા હતા. ચાર દિવસમાં તે કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા. જોકે, એક્મો મશીનની મદદથઈ એમને નવજીવન આપવા પ્રયાસ કરાયો હતો. દેશ વિદેશના ડૉક્ટરની હાજરીમાં એની સારવાર થઈ છે. લંડનના જાણીતા તબીબ એપોલો હોસ્પિટલમાં આવ્યા હતા. આ સાથે અન્ય દેશના ડૉક્ટરની પણ સલાહ લેવામાં આવી હતી. લંડનના તબીબની સારવાર બાદ એક્મો મશીન પર એની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી. વચ્ચે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયા હતા.

જ્યારે વેન્ટીલેટર ફેઈલ થઈ જાય ત્યારે દર્દીને એક્મો મશીન પર રાખવામાં આવે છે. આ મશીનથી દર્દીનું લોહી બહાર કાઢી ઑક્સિજેશન કરવામાં આવે છે. એ પછી લોહી ફરીથી શરીરમાં ચડાવવામાં આવે છે. આ એક કૃત્રિમ પ્રક્રિયા છે. જેમાં શરીરનું ઑક્સિજન મેઈનટેન કરાઈ છે. આ ઘણી મોંઘી સરવાર છે. આ માટે 4થ 5 લાખ રૂપિયાની જરૂર પડે છે. ઈલાજ યથાવત રાખવા માટે 2 લાખ રૂપિયાની જરૂર પડે છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તા.26 જાન્યુઆરી 2021ના રોજ એક સમારંભમાં ધર્મજયને સન્માનિત કર્યા હતા. સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિંધ્યમાં સારી એવી ઓળખ અપાવી હતી. કોરોના કાળમાં તેઓ લોકોની સેવા કરતા હતા. પરિવારે દાવો કર્યો છે કે રૂ.8 કરોડની સારવાર કરી છે. આ માટે પ્રદેશની સરકાર પાસે પણ મદદ માગી હતી. પણ માત્ર 4 લાખ રૂપિયાની આર્થિક મદદ મળી હતી.

