HomeGujarat26 જેની રાહ જોવાતી હતી એ આતુરતાનો અંત, Yezdi Bikes થઈ લૉન્ચ...

26 જેની રાહ જોવાતી હતી એ આતુરતાનો અંત, Yezdi Bikes થઈ લૉન્ચ જાણો કિંમત

એક લાંબા સમય સુધી રાહ જોયા બાદ Yezdi Bikes લૉન્ચ થઈ ચૂકી છે. ભારતીય ઓટોજો માર્કેટમાં આવતા ફેન્સ આ બાઈક અંગે ફીચર્સ જાણવા આતુર છે. મહિન્દ્રા ગ્રૂપની ક્લાસિક લેજેન્ડ ગુરૂવારે લૉન્ચ થઈ ચૂકી છે. કંપનીએ આ સાથે અન્ય ત્રણ બાઈકના મોડલ પણ લૉન્ચ કર્યા છે. Yezdi Bikes ઈન્ડિયામાં લગભગ 26 વર્ષની લાંબી રાહ જોયા બાદ પરત ફરી છે. આ એક એડવેન્ચર બાઈક છે. આ Yezdi Adventure, Yezdi Scrambler અને Yezdi Roadsterનો સમાવેશ થાય છે.

Yezdi Adventure લોંગ ડ્રાઈવ અને એડવેન્ચર ટ્રાવેલ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો તમે લદ્દાખમાં અથવા જો વેસ્ટર્ન ઘાટની એડવેન્ચર ટૂર પર જવા માંગો છો, તો આ તમારા માટે એક પરફેક્ટ ચોઈસ હોઈ શકે છે. આમાં કંપની તરફથી લગેજ એસેસરીઝ પણ આપવામાં આવી છે. તે દેખાવમાં Royal Enfiledની Himalayan જેવી દેખાઈ રહી છે.

બીજી તરફ Yezdi Scrambler ઑફ-રોડ બાઇકની સાથોસાથ દૈનિક મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સરળ અને સિંગલ સીટિંગ છે. તમે તેને રોજ ઓફિસ લઈ જઈ શકો છો. જ્યારે જો તમે વીકએન્ડમાં ટૂંકી ટ્રીપ લેવાના શોખીન છો, તો આ તમારી કામની બાઇક બની શકે છે.

આ સિવાય કંપનીએ Yezdi Roadster બાઈક પણ લોન્ચ કરી છે. તે દેખાવમાં તદ્દન મસ્કુલીન છે. તેમાં સ્પ્લિટ સીટ છે જે રાઈડરના આગળ અને પાછળના ભાગને આવરી લે છે. આ સાથે આરામદાયક સવારી પણ આપે છે. તમે એના લુકને બજાજ એવેન્જર બાઈક સાથે તુલના કરી શકો છો. ક્રુઝ બાઈકમાં ઘણા સારા એવા ફીચર્સ છે. ત્રણ બાઈકમાંથી Yezdi Adventure અને Yezdi Scrambler સ્પોક વ્હીલ્સ સાથે આવે છે. જ્યારે Yezdi Roadsterમાં કંપનીએ એલોય વ્હીલ્સ આપ્યા છે. ત્રણેય બાઈકમાં તેમના ઉપયોગ પ્રમાણે અલગ-અલગ પ્રકારના હેન્ડલિંગ અને સસ્પેન્શન આપવામાં આવ્યા છે.

Yezdi Bikes ના ત્રણેય મોડલમાં 334cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપ્યું છે. પરંતુ તે અલગ-અલગ મોટરસાઇકલમાં અલગ છે. વિવિધ પાવર જનરેટ કરે છે. એડવેન્ચરમાં તે 30.2 PSનો મહત્તમ પાવર અને 29.9 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આમાં ટોર્ક રાઈઝિંગ કર્વ પણ મળે છે. જ્યારે Yezdi Scramblerમાં 29.1 PS મેક્સ પાવર અને 28.2 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આમાં ટોર્ક સંપૂર્ણપણે ફ્લેટ રહે છે. જ્યારે Yezdi Roadster એન્જિન 29.7 PS મેક્સ પાવર અને 29 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

Yezdi Bikesના ત્રણેય મોડલ્સમાં Yezdi Roadsterની કિંમત સૌથી ઓછી છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.98 લાખ છે Yezdi Scramblerની કિંમત રૂ. 2.04 લાખ અને Yezdi Adventureની કિંમત રૂ. 2.09 લાખ છે. કંપનીએ તેમનું બુકિંગ ગુરૂવારથી જ શરૂ કરી દીધુ છે. બીજી સૌથી મોટી વાત એ છે કે તમારે તેની ડિલેવરી માટે રાહ જોવાની જરૂર નથી. તમે તેને બૂકિંગ કરી શકો છો. તમે તેને ઓનલાઈન અથવા દેશભરમાં 300 થી વધુ Jawa અને Yezdi ડીલરશીપ પર બૂકિંગ કરાવી શકો છો. આ બાઇકના લોન્ચિંગ પહેલા મહિન્દ્રા ગ્રુપના હેડ આનંદ મહિન્દ્રાએ જૂના જમાનાની આ પ્રખ્યાત બાઇકના શોરૂમનો ફોટો પણ શેર કર્યો હતો. તેની સાથે લખ્યું, “લાંબા સમયથી ખોવાઈ ગયેલા ભાઈ ફરી મળી ગયા…

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW