ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ખરાબ પર્ફોમ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે પહેલા દાવમાં 223 રન કર્યા હતા. કોચે એવું કહ્યું કે, વિરાટ કોહલીને ઓફ સાઈડ ગેમમાં રમવાનો ફાયદો થયો છે. કોહલીએ કુલ 79 રન કર્યા હતા. જોકે, ભારતીય ક્રિકેટ ટીમ કોઈ મોટો સ્કોર આપી શકી ન હતી. રાઠોડે ઉમેર્યું કે, કોહલીએ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો એમાં કોઈ ચિંતા જેવું નથી.
મારો કહેવાનો અર્થ છે કે, તે હંમેશા સારી બેટિંગ કરતો આવ્યો છે. એક બેટિંગ કોચ તરીકે મેં એવું વિચાર્યુ કે, મને કોઈ દિવસ આ અંગે ચિંતા થઈ નથી કે, તે સારૂ બેટિંગ નહીં કરે. તે નેટ પર પણ સારૂ રમે છે. મેચમાં પણ એનું પર્ફોમન્સ આ વખતે સારૂ રહ્યું છે. હવે તે સારી શરૂઆત કરી રહ્યો છે. આ એક સારી તક છે અને તે ખૂબ ડિસિપ્લિનમાં રહ્યો છે. તે ખૂબ સારૂ રમી રહ્યો છે એ વાતથી હું સહમત છું. જોકે, આમા નસીબનો પણ થોડો સાથ રહ્યો છે. જેને તે કોઈ મોટી ઈનિંગમાં બદલી શકે એમ હતો. પણ તે જે કંઈ ગેમ રમ્યો હું એનાથી ખુશ છું. પણ સમગ્ર ટીમે જે પ્રદર્શન કર્યું એનાથી ખુશ નથી. આ એક પડકારજનક સ્થિતિ છે. જ્યાં રન બનાવવા સરળ નથી. પણ હું સહમત છું એ વાતથી કે, અમે ખરેખર ખરાબ રમ્યા છીએ. અમે 50થી 60 વધુ રન બનાવી શકતા હતા. અમે એક સારા સ્કોરની આશા રાખી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી. પહેલા દાવમાં 223 રને ટીમ સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી 17 રન થયા હતા.

સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમ અને કેશવ મહારાજ છ રન બનાવી આગળ રમી રહ્યા હતા. ડીન અલ્ગરની વિવેટ સસ્તામાં પડી હતી. જ્યારે વિરાટ કોહલીએ સારૂ રમતા ફરી ફેન્સ તરફથી વખાણ થઈ રહ્યા છે. પણ એની સેન્ચુરીની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. આ સિવાય ટેસ્ટના ખેલાડી ગણાતા ચેતેશ્વર પૂજારાએ પણ 43 રન કર્યા હતા. આ ઉપરાંત રિષભ પંતે પણ 27 રન કર્યા હતા. છેલ્લા કેટલાક મેચ પરથી એવું કહી શકાય કે, પંત અને પૂજારા કોઈ મોટો સ્કોર કરી શકતા નથી.

