HomeGujaratહળવદના કેદારીયા પાસે છાત્રાઓની એકટીવાને ટ્રકે હડફેટે લેતા એકનું મોત,એકને ઈજા

હળવદના કેદારીયા પાસે છાત્રાઓની એકટીવાને ટ્રકે હડફેટે લેતા એકનું મોત,એકને ઈજા

હળવદ માળીયા હાઈવે પર સુસવાવ (ઉમિયાનગર) બે યુવતીઓ એકટીવા પર સવારે કોલેજ જઈ રહી હતી તે દરમિયાન હળવદ આવતી વખતે કેદારીયા ગામ નજીક માતેલા સાંઢ સમા ટ્રકની હડફેટે તેમની બાઈક આવી જતાં એક બીએસસી ફાઈનલ ઈયરની વિદ્યાર્થીનીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય એક યુવતીને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બનાવના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સુસવાવ (ઉમિયાનગર)ગામની અને હળવદ શહેરમાં આવેલી મહર્ષિ ગુરુકુળમાં બીએસસી ફાઈનલ ઈયરમા અભ્યાસ કરતી શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા અને કૃપાલી ધર્મેન્દ્ર ભાઈ કાલરીયા આજે કોલેજમાં આવતી વેળાએ એક્ટીવાને ટ્રકે અડફેટમાં લેતાં પાછળથી આવતા ટ્રકનુ ટાયર શ્રૃતિ કાલરીયા પર ફરી વળતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે કૃપાલી કાલરીયા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW