ગયા વર્ષે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ વકર્યો હતો. જે બાદ દેશમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે IPL સીઝનમાં ચાઈનીઝ કંપની વિવોના ટાઈટલ સ્પોન્સરને લઈને વિવાદ ઘેરો બન્યો હતો. ત્યારે હવે 2023માં યોજાનારી IPL ટ્રોફીમાં પણ મેડ ઈન ઈન્ડિયાની ફ્લેવર જોવા મળશે. ટાઈટલ સ્પોન્સર તરીકે TATAની પસંદગી કરાઈ છે.

આ અંગે આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ અંગેની માહિતી આપી છે. મંગળવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીની કંપની વિવો દર વર્ષે આઈપીએલ ટાઈટલ સ્પોન્સરશીપ માટે બીસીસીઆઈએ 440 કરોડ રૂપિયા ચૂકવે છે. ગયા વર્ષે ભારત અને ચીન વચ્ચેના વિવાદના કારણે દેશમાં વિરોધ થયો હતો ત્યારે ટાઈટલમાંથી એક વર્ષ માટે વિવોને એક વર્ષ માટે બ્રેક લેવો પડ્યો હતો.

આ પહેલા આઈપીએલ 2020 સીઝનમાં ફેન્ટસી ગેમીંગ ફર્મ ડ્રીમ-11 ટાઈટલ સ્પોન્સર બની હતી. જેના માટે તેણે બીસીસીઆઈને 222 કરકોડ રૂપિયા આપ્યાં હતાં. તેનો કોન્ટ્રાક્ટ 18 ઓગષ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધીનો હતો.

