Monday, February 17, 2025
HomeCrimeબેંકમાંથી લોન નહીં મળતા ગ્રાહકને આવ્યો ગુસ્સો, કર્યું આ કામ ને ધકેલાયો...

બેંકમાંથી લોન નહીં મળતા ગ્રાહકને આવ્યો ગુસ્સો, કર્યું આ કામ ને ધકેલાયો જેલની પાછળ

કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક વ્યક્તિએ બેંકે તેની લોન રિજેક્ટ કરી દેતા આ શખ્સે બેંકને જ આગ લગાડી દીધી હોવાનું સામે આવ્યું છે. બેંકે લોન રિજેક્ટ કરતા ગુસ્સામાં આવેલા શખ્સે કરેલી કરતુત હવે તેને જ ભારે પડી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કર્ણાટકના રતિહલ્લીનો વસીમ હજરતસાબ મુલ્લાએ કેનેરા બેંકની હેદુગોંડા શાખામાં લોન માટે અરજી કરી હતી. પણ તેનો CIBIL સ્કોર ઓછો હોવાથી તેની અરજીને બેંકે નકારી હતી. જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે શનિવારે બેંકે પહોંચીને બેંકની બારી ખોલીને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ત્યાંથી પસાર થતા લોકોએ બેંકમાંથી ધુમાડો નીકળતા જોઈ પોલીસ અને ફાયરના સ્ટાફને જાણ કરી હતી.

આ આગમાં બેંકને અંદાજે 12 લાખ રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આગમાં પાંચ કોમ્પ્યુટર, પંખા, લાઈટ, પાસબુક પ્રિન્ટર, કેશ કાઉન્ટર મશીન, દસ્તાવેજ, સીસીટીવી સહિત કેશ કાઉન્ટર્લને નુકશાન થયું છે. પોલીસે આરોપી વસીમની ધરપકડ કરી કગીનેલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW