તાજેતરમાં વકફબોર્ડ દ્વારા વ્યકિતગત સરકારી અર્ધસરકારી પડતર જમીનની સંપાદન અંગેની કાર્યવાહી કરવાની કામગીરી વધી હોવની ફરિયાદ ઉઠી છે આ ગેરકાયદે કબજો કરી અથવા લીઝ દ્વારા જમીન પચાવી પાડવાના રાષ્ટ્રવ્યાપી ષડ્યંત્ર રચાઈ રહેલ છે. પ્રાથમિક રીતે જોવા જીઈએ તો ઉપરોક્ત બોર્ડ ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ 1995નીઓ કલમનો દુરપયોગ કરી કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે.

હાલ વકફબોર્ડની સંપતી જોતા પ્રથમ ક્રમાંકે છે જયારે ભારતીય શસસ્ત્રદળ બીજા ક્રમે અને ભારતીય રેલ્વે સંપતીની બાબતમાં ત્રીજા ક્રમે છે વકફ બોર્ડ શરતોનો ભંગ કરી દેશની સંપતી પર ગેરકાયદે ક્બ્જો કરતી હોવાનો આક્ષેપ એકતા એજ સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કેન્દ્ર સરકાર અને અન્ય બંધારણીય સંસ્થા રાજ્ય વકફ બોર્ડ અને વકફ ટ્રીબ્યુનલનું વિઘટન કરવાની માંગણી કરી છે.આ આવેદન માટે
એકતા એજ લક્ષ સંગઠન સંસ્થાપક ભગીરથ સિંહ રાઠોડ, યોગેશ ભારથી ગૌસ્વામી મોરબી યુવા પ્રમુખ સત્યજીત સિંહ રાઠોડ,ધાર્મિક પટેલ મોરબી યુવા ઉપપ્રમુખસહિતના યુવાનો હાજર રહ્યા હતા

