બીજા ડોઝના 9 મહિના પુરા કરનાર કુલ 9500 થી વધુ લોકોને વેક્સીનનો પ્રીકોશન ડોઝ અપાશે
રાજયમાં ફરી એકવાર કોરોના તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ આવી રહયા છે. જેના કારણે દિન પ્રતિદિન નાના બાળકોથી વૃદ્ધ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે જોકે આ લહેરમાં રાહતની વાત એ છે કે વેકસીનના બે ડોઝ લેનારને કોરોનાની ગંભીર અસર જોવા મળી નથી.આ કારણસર લોકોને વેકસીન લેવા અપીલ કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં વેકસીન અસરકારક હોવાથી સરકાર દ્વારા ફરી એકવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર 60 વર્ષથી વધુ વયના કોમર્બીટીવાળા લોકોને વેકસીનનો ત્રીજો ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે દરેક જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે. આ સુચનને પગલે મોરબી જિલ્લામાં સોમવારથી એકવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર 60 વર્ષથી વધુ વયના કોમર્બીટીવાળા લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.મોરબીમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને બીજો ડોઝ લીધા ની તારીખથી 9 મહિના બાદ અથવા 39 અઠવાડિયા જેટલો સમય થયેલો હોવો જરૂરી છે.મોરબી જિલ્લાના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર તેમજ વેકસીન સેન્ટર પરથી નિઃશુલ્ક લઈ શકાશે
પ્રિકોશન ડોઝને પાત્ર વ્યક્તિ કોવિન પ્રોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પોતાના નજીકના સ્થળે વેકસીન લઈ શકશે.આ પ્રિકોશન વેકસીન પાત્ર હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર 60થી વધુ વયના લોકોને વેકસીન લેવા જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા,સી ડી એચ ઓ ડો.જે એમ કતીરા તેમજ ડી.આર.સી એચ ઓ ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું છે.

