પીએમ નરેન્દ્ર મોદી તાજેતરમાં પંજાબમાં એક રેલી સંબોધવા જઇ રહ્યા હતા તે દરમિયાન તેમના સુરક્ષા કાફલાને ખેડુતોના વિરોધને પગલે 15થી 20 મિનિટ અટકાયું હતું બાદમાં પીએમ કાર્યક્રમ કર્યા વિના જ પરત ફરી ગયા હતા આ મુદે હવે ભાજપ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે આજે જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો દ્વારા મોરબીના ત્રિકોણ બાગ ખાતે આવેલ ગાંધી પ્રતિમા પાસે મૌન ધરણા કર્યા હતા અને પંજાબ સરકાર અને સમગ્ર કોંગ્રેસ પક્ષનો બેનરો સાથે રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.તેમજઅને ગાંધી પ્રતિમા પાસે રામ ધૂન બોલાવી કોંગ્રેસને સદબુદ્ધિ આપવા માંગણી કરી હતી.

આ ધરણામાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

