HomeGujaratમહિલાનો વીડિયો બનાવતા હોવાની આશંકાએ ચાર સંતે એક સેવકને ઢીબી નાંખ્યો

મહિલાનો વીડિયો બનાવતા હોવાની આશંકાએ ચાર સંતે એક સેવકને ઢીબી નાંખ્યો

સોખડા હરિધામ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સોખડા હરિધામ મંદિર ખાતે મહિલાનો વીડિયો ઊતારવાની આશંકા રાખીને ચાર સંતોએ એક સેવકને માર માર્યો છે. આ સમગ્ર ઘટના ગેર સમજથી ઊભી થઈ હોવાનું ત્યાગવલ્લભ સ્વામી કહે છે. બીજી બાજુ હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ તથા પ્રબોધજીવનસ્વામી વચ્ચે વહેચાઈ જતા પ્રેમસ્વરૂપ સ્વામી જુથના સંતોએ પ્રબોધજીવન સ્વામી જુથના સેવકને ખોટા આરોપ મૂકીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પીડિત સેવક અનુજ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લાં 5 વર્ષથી હું હરિધામ સોખડા સાથે જોડાયેલો છું. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 7 મહિનાથી હરિધામ-સોખડા ખાતે સેવક તરીકે સેવા આપું છું. તા. 6 જાન્યુઆરીના રોજ સવારે 11:30થી 12:30 વાગ્યા વચ્ચે મંદિરના યોગી આશ્રમ પાસે જ્યાં સંતો રહે છે એ સ્થળ પર બહેનોનો મોટેથી અવાજ આવી રહ્યો હતો. બહેનોનો હોબાળો સાંભળી હું અને બીજા પણ સેવકો ઓફિસમાંથી બહાર આવ્યા હતા. પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના ચાર સંતો પ્રભુપ્રીય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામી બહાર ઊભા હતા, જેમાંથી સંતોએ અંદર જાઓ તેમ કહેતા હું અને બીજા સેવકો ઓફિસની અંદર જતા હતાં. મારો એક હાથ ખિસ્સામાં હતો. જે જોઈને પ્રભુપ્રિય સ્વામીએ મને રોકી ‘કેમ વીડિયો ઉતારે છે’ તેમ કહી ખખડાવ્યો હતો.’ મોબાઈલ ચેક કરવા જણાવતાં મેં મારો મોબાઈલ મારા હાથમાંથી જ બતાવ્યો હતો. મારો મોબાઈલ ચારેય સંતોએ ઝુંટાવવા પ્રયત્ન કર્યો હતો. મારી બોચી પ્રભુપ્રિય સ્વામીએ પકડી અને બીજા ત્રણ સંતો તથા સોખડા ગામના મનહરભાઈ પટેલે મને ઢોરમાર માર્યો હતો. હું જેમ તેમ કરીને સંતોના મારથી બચી એકાઉન્ટ ઓફિસમાં જતો રહ્યો હતો. પરંતુ સંતોએ મારો મોબાઈલ છીનવી લીધો હતો.’

અનુજ ચૌહાણની તસવીર.

સમગ્ર ઘટનાના મૂળમાં ગેરસમજ કારણભુત છે. એવું ત્યાગવલ્લભસ્વામીએ જણાવ્યું હતું. અનુજ ચૌહાણ કેટલાક સમયથી હરિધામ મંદિરમાં રહીને સેવા કરતો હતો. દર્શનાર્થીઓનો આ સેવક વિડિયો ઉતારી રહ્યો હોય તેવું દુર ઉભેલા સંતોને લાગ્યું હતું. રેકોર્ડિંગ કર્યું હોય જેથી સંતોએ તો તે ડિલીટ કરી દેવા જણાવ્યું હતું. પરંતું અનુજે ઈન્કાર કરતા સંતોએ તેની પાસેથી મોબાઈલ જોવા માટે પ્રયાસ કર્યો હતો. એક સંતનું ઉપવસ્ત્ર આ સમયે અનુજથી પાસે ઉભેલા હોવાથી ખેંચાઈ ગયું હતું અને બોલાચાલી થઈ હતી. બનાવ બન્યા બાદ બંને પક્ષે ગેરસમજ થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન અનુજે ગેરસમજને કારણે જ ઘટના બની હોવાનું અને કોઈ ફરિયાદ નહીં હોવાનું નિવેદન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW