મોરબીના શહેરથી નજીક આવેલ રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર અને બોનીપાર્ક પાછળ અને શકત શનાળા ગામની સીમમાં જવાના રસ્તે હાલ શનિવારે ગુજરી બજાર ભરાય છે. આ સિવાય અહી રીક્ષા સ્ટેન્ડ ન હોવાના કારણે રોડ પર રીક્ષા ચાલકો ઉભા રહે છે. આ ઉપરાંત રવાપર ચોકડીથી કેનાલ સુધી રોડ પર રેકડી ધારકો અને પાથરણા વાળા બેસી ને ધંધો કરે છે જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહ્યા છે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવી ભીડ કોરોનાના કેસ વધારી શકે છે આવા સમયે અહી ભીડ ઓછી થાય તે માટે એ પોલીસ કાર્યવાહી કરે તે માટે ગ્રામ પંચાયત દ્વારા એસપીને લેખિત રજૂઆત કરી એ ડીવીઝન પોલીસ કાયવાહી કરવા સુચના આપવામાં આવે તેવી માંગણી કરી છે

