મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ધુર્વ હોસ્પિટલના પાછળના ભાગમાં એક શખ્સ શંકાસ્પદ હથીયાર સાથે ફરતો હોવાની બાતમી આધારે એસઓજી સ્ટાફે વોચ ગોઠવી હતી અને ગોંડલના વોરા કોટડા રોડ વિસ્તારમાં રહેતા એજાજ ઉર્ફે અલાદીન યુસુફભાઈ સલોટને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ 10 હજારની કિમતની દેશી બનાવટની પિસ્ટલ અને 2 જીવતા કારતુસ પણ જપ્ત કર્યા હતા આ બનાવમાં સુરેન્દ્રનગરમાં રહેતા સમીર અનવર કંડિયાનું નામ ખુલતા બન્ને શખ્સ વિરુદ્ધ એસઓજીના કોન્સ્ટેબલ ભાવેશ મિંયાત્રાએ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.આ અંગે વધુ હેડ કોન્સ્ટેબલ એસ એસ મોરી ચલાવી રહ્યા છે.

