HomeGujaratમોરબીના મણીમંદિર પાસે ગેરકાયદે દરગાહનું બાંધકામ હટાવવા માંગ

મોરબીના મણીમંદિર પાસે ગેરકાયદે દરગાહનું બાંધકામ હટાવવા માંગ

મોરબી શહેરની મધ્યમાં આવેલ મણીમંદિરની બાજુમાં આવેલ દરગાહ વર્ષો પહેંલા ખુબ નાની હતી જોકે દિવસે દિવસે તેની આસપાસ બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ બાંધકામ અગાઉ પણ આ બાબતે કાજલ હિન્દુસ્તાની દ્વારા અગાઉ પણ રજૂઆત કરી આ જગ્યા પર વિવાદિત બાંધકામ દુર કરવા માગણી કરવામાં આવી હતી.

જોકે સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે ફરી એકવાર કાજલ હિન્દુસ્તાનીએ ફરી એકવાર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં તેમને રજૂઆત કરતા જણાવ્યું હતું કે 2001માં ભૂકંપ બાદ રાજ્ય સરકાર દ્વારા મણીમંદિર મ્યુઝીમ્યમ બનાવવાની અને આસપાસ કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ નહી થવા તેવી શરતે લીઝથી આપવામાં આવી હતી જોકે આ વિસ્તારમાં ગેરકાયદે મસ્જીદનું બાધકામ ખડકાઈ રહ્યું છે ત્યારે રાજવી પરિવાર કે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને વહેલી તકે આ ગેરકાયદે બાંધકામ હટાવી હેરીટેજ સ્મારકની જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW