રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો વધતા વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો મોકુફ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટને મોકુફ રાખવાની જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા સરકાર દ્વારા આયોજીત તમામ પતંગોત્સવ અને ફ્લાવર શો સહિતના કાર્યક્રમો રદ્દ કરવાની જાહેરાત બાદ હવે આગામી દિવસોમાં ઉતરાયણના તહેવારના પગલે નવી ગાઈડલાઈન જાહેર કરીને ઉજવણી નિયંત્રણો સાથે કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં તારીખ 8થી 14 જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શોને રદ્દ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેના કારણે જોખમી સ્થિતિ ઉભી થવાની શક્યતા પણ ફેલાઈ રહી છે. તો રાજકોટમાં યોજાનારા પતંગ મહોત્સવના આયોજનને પણ રદ્દ કરી દેવામાં આવ્યાં છે.

