રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચુક્યો છે. કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. તો બીજી તરફ ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે. કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે તો બીજી તરફ ઓમિક્રોન વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 1637 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 630, રાજકોટમાં 141 અને વડોદરામાં 150 કેસ કોરોનાના નોંધાયા છે. તો અમરેલીમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યાં 10,994 છે. રાજ્યમાં આજે કોરોના વેક્સિનના 5.26 લાખ ડોઝ અપાયા છે. અત્યારસુધીમાં કુલ 9.18 કરોડ ડોઝ અપાઈ ચુક્યાં છે.

તો કોરોનાની સાથે ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 204 થઈ છે. ઓમિક્રોનના 112 દર્દીઓ સ્વસ્થ થયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 92એ પહોંચી છે.

