HomeGujaratકોરોનાના સતત વધતા કેસો વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજવા સરકાર મક્કમ, સરકારી બાબુઓ...

કોરોનાના સતત વધતા કેસો વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજવા સરકાર મક્કમ, સરકારી બાબુઓ નારાજ

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં પણ સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાની જીદ પકડી છે. તો સરકારની જીદ સામે ઉચ્ચાધિકારીઓએ નારાજગી સાથે મુખ્યમંત્રી તથા મંત્રીઓને આ વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલ યોજવા માટે દબાણ કરી રહ્યાં છે. તો સરકારની મક્કમતા સામે અધિકારીઓમાં અંદરખાને સરકાર સામે નારાજ છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માટે ગૃહવિભાગ દ્વારા રાત્રી કર્ફ્યુના સમય પણ લંબાવી દીધો છે. રાત્રીના 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો સમય કરાયો છે. આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 યોજવા માટે જીદ પકડી છે.

સરકારની જીદના પગલે સરકારી બાબુઓ નારાજ થયા છે. સરકારી અધિકારીઓએ વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલ યોજવા માટે દબાણ કરી રહ્યાં છે. પરંતુ સરકાર આ કોઈપણ અધિકારીનું નહીં સાંભળીને વાઈબ્રન્ટ સમિટ ફિઝીકલી યોજવા માટે મક્કમ બની છે. રાજ્ય સરકારના આ નિર્ણયના પગલે વાઈબ્રન્ટ સમિટમાં આમંત્રિત ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓમાં નારાજગી વ્યક્ત કરી છે.

આગામી 10 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા મમમાટે સરકાર છેલ્લા બે મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. તેમજ તેની સાથે સાથે કોરાનાની ત્રીજી લહેર સામે લડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસના આંકડા વધી રહ્યાં છે. તેવા સમયે વિદેશી અને અન્ય રાજ્યના મહેમાનોને બોલાવી વાઈબ્રન્ટ સમિટ કરવી ઘણી ભયજનક હોવાનું સરકારના ઉચ્ચાધિકારીઓ ચેતવણી આપી રહ્યાં છે. પરંતુ સરકાર આ કોઈ અધિકારીઓની વાતોને સાંભળવા માંગતી હોય નહીં તેવું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW