HomeGujaratSaurashtra Kutchhમોરબી: જલારામ મંદિર આયોજીત નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 494 દર્દીઓએ લાભ લીધો

મોરબી: જલારામ મંદિર આયોજીત નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 494 દર્દીઓએ લાભ લીધો

રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ તેમજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું દર મહીનાની તા.4ના રોજ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મંગળવારે 4 જાન્યુઆરીના રોજ મહિનાના સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 494 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 215 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.


કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW