HomeGujaratમાતા-પિતા વગરની દીકરીના ચીપિયાથી હોઠ ખેંચી લીધા પછી કર્યું એવું કે…..

માતા-પિતા વગરની દીકરીના ચીપિયાથી હોઠ ખેંચી લીધા પછી કર્યું એવું કે…..

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટ શહેરમાંથી અરેરાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં સામાકાંઠા વિસ્તારમાં માતા પિતા વગરની યુવતી એના મોટાબાપુના પરિવાર સાથે રહેતી હતી. જ્યાં એની સાથે છેલ્લા પાંચ મહિનાથી મારપીટ કરી, જમવાનું નહીં આપતા હોવાની તથા ચીપિયાથી હોઠ ખેંચી લોઢી મારતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે જ્યારે પાડોશીએ પોલીસને જાણ કરી ત્યારે મહિલા પોલીસની ટીમ દોડી આવીને યુવતીને બચાવી હતી.

પોલીસે આ કેસમાં યુવતીના મોટાબાપુના પરિવારજનો સામે ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સામા કાંઠે આવેલા કનકનગર વિસ્તારમાં એક પરિવાર યુવતીને ખોટી રીતે ગોંધી રાખી મારપીટ કરી હતી. જાગૃત પાડોશીઓએ 181માં જાણ કરીને યુવતીની વાત જણાવી હતી. થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવતીને બચાવી લીધી હતી. યુવતીનું કાઉન્સેલિંગ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, એની માતાના છૂટાછેડા થઈ ગયા હતા. આપવીતી કહેતા યુવતીએ જણાવ્યું કે,પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. એ પછી તે પોતાના મોટાબાપુને ત્યાં રહેવા માટે ગઈ હતી.

છેલ્લા પાંચ મહિનાથી ત્યાં રહેતી. જ્યાં ભાભુ અનસુયાબેન તથા 23 વર્ષની દીકરી શિવાની યુવતી પર માનસિક ત્રાસ ગુજારતા હતા. મારપીટ કરીને ઘરના કામ કરાવતા હતા. જો કામ ન કરે તો ચીપિયાથી હોઠ ખેંચી લેતા અને લોઢી મારી દેતા હતા. મંગળવારે પણ વહેલી સવારે આવી માથાકુટ થઈ હતી. જેના કારણે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતી પહોંચતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો. પોલીસે મહિલાના મારથી યુવતીને છોડાવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતી લોહીથી લથબથ હતી.

પોલીસ સમક્ષ અનસુયાબેને એવો આક્ષેપ કર્યો કે, યુવતી વહેલી સવારે ઘરમાંથી ચોર કરીને ભાગી રહી હતી. પડી જવાને કારણે આવી ઈજા થઈ હતી. પોલીસે એની ભાભુ, એની દીકરી શિવાની તથા અન્ય પરિવારજનો સામે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ કરી છે. પાડોશી પાસેથી જાણવા મળ્યું હતું કે, યુવતીને યોગ્ય રીતે જમવાનું પણ આપતા ન હતા. જ્યારે પાડોશી કોઈ જમવાનું આપી જાય તો એ અનસુયા જમવાનું ફેંકી દેતી હતી. યુવતીને બહાર પણ જવા દેતા ન હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW