રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકીદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખાએ 7 મિલકતો સિલ કરીને રૂપિયા 75.5 લાખની રિકવરી કરી છે તો 35 યુનિટોને નોટીસ ફટકારી છે.

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સેન્દ્રલ ઝોનમાં બે મિલકતો સિલ કરીને 17 યુનિટોને નોટીસ ફટકારી હતી. તો 8.70 લાખ રૂપિયાની રિકવરી કરી છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં એક મિલકત સિલ કરીને રૂપિયા 10.20 લાખની રિકવરી કરી છે. તો ઈસ્ટ ઝોનમાં 4 મિલકતો સિલ કરીને 18 યુનિટોને નોટીસ ફટકારી રૂપિયા 56.60 લાખની રિકવરી કરી છે.

