HomeGujaratન્યુ યર પર સોડા આઈસક્યુબ સિવાય પણ આ વસ્તુનો મોટો ઓર્ડર મળ્યો,જાણો...

ન્યુ યર પર સોડા આઈસક્યુબ સિવાય પણ આ વસ્તુનો મોટો ઓર્ડર મળ્યો,જાણો શું

ન્યુ યર પર અનેક એવા લોકો હતા જેમણે ફૂડ પાર્સલ ઓનલાઈન સર્વિસથી મંગાવ્યું હતું. પણ ફૂડ પાર્સલની સાથે ઘણા લોકોએ એવી પણ વસ્તુ મંગાવી હતી જે સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. નવા વર્ષે લોકોએ ખાણી પીણીની વસ્તુની સાથોસાથ કોન્ડમનો પણ ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોના CEOએ આ અંગે એક ડેટા શેર કર્યો છે. ટ્વિટર પણ તેમણે આવો ઘણો ડેટા શેર કર્યો છે.

આ સાથે તેમણે એવું પણ કહ્યું કે લોકોએ સોડા,આઈસક્યુબ, આઈસક્રિમ, નાચોસની સાથોસાથ કોન્ડમનો પણ ઓર્ડર આપ્યો હતો. દીપિંદર ગોયલે પહેલા ગ્રોફર્સ નામની એક જાણીતી કંપની બ્લિંકઈટ BlinkIt પર મળનારા ઓર્ડરના આંકડા સામે મૂક્યા હતા. કોન્ડમ અંગે તેમણે એવું લખ્યું કે, પ્રજાની માંગની સામે તેઓ આ અંગેનો ડેટા આપી શકે છે. બ્લિંકઈટ પર 33400 કોન્ડમનો ઓર્ડર મળ્યો છે. એક વ્યક્તિએ તો એક ઓર્ડરમાં 80 કોન્ડમનો ઓર્ડર એક સાથે આપી દીધો હતો. જ્યારે સેફ્ટિની વાત આવે છે ત્યારે ભારત સૌથી વધારે ડ્યુરેક્સ પર ભરોસો વ્યક્ત કરે છે. બ્લિંકઈટ એક ઓનલાઈન ગ્રોસરી સ્ટોર છે. કંપની એવો દાવો કરે છે કે, માત્ર 10થી 15 મિનિટમાં ઓર્ડર ડિલિવર કરી દેવામાં આવે છે. આ કંપનીમાં ઝોમાટોએ મોટું રોકાણ કર્યું છે. ગોયલે છેલ્લા બે અઠવાડિયામાં બ્લિંકઈટ પ્લેટફોર્મ પર જે ઓર્ડર મળ્યો એનું એક ટ્વિટ શેર કર્યું છે. ગ્રોફર્સના સ્થાપક અલબિંદર ઢીંઢસાએ કહ્યું કે, 50,000થી વધારે તો લીંબુપાણીની બોટલ્સ વેચાઈ ચૂકી છે.

એવું લાગે છે કે, લોકોએ ટકિલા શોટ એન્જોય કર્યો હશે. આ સિવાય એક જ દિવસમાં 7000 પેકેટ નાચોસના, 43000 ડ્રિંક કેનના ઓર્ડર મળ્યા છે. 1.3 લાખ લિટર સોડા, 11943 આઈસપેક, નાચોસ સાથે જમવામાં આવતા 4884 ડિપ, 6712 ટબ આઈસક્રિમ અને 28240 ઈન્સ્ટંટ પોપકોર્નના પેકેટ વેચાયા છે. પણ સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, લોકોએ ઓનલાઈન કોન્ડમના ઓર્ડર આપ્યા છે. એ પણ બે કે પાંચ પેકેટ નહીં 80થી 90 પેકેટ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW