HomeGujaratઆખરે આ 'મહાદેવે' લગ્ન કર્યા, ફેન્સે સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

આખરે આ ‘મહાદેવે’ લગ્ન કર્યા, ફેન્સે સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

ટીવી અને ફિલ્મ એક્ટર મોહિત રૈનાએ અદિતિ સાથે છુપકે છુપકે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફ્સમાં મોહિત રૈના પોતાની પત્ની અદિતિ સાથે જોવા મળી રહ્યો છે.

મોહિત રૈનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. જેમાં તેણે ‘દેવો કે દેવ-મહાદેવ’, ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ’21 સરફરોશ-સારાગઢી 1897′, ‘બંદિની’, ‘ચહેરા’, ‘ભાભી’ જેવા ટીવી શૉમાં એક્ટિંગ કરી છે. આ સિવાય ફિલ્મ ‘ઉરી’ અને ‘ભૌકાલ’ જેવી વેબ સીરિઝ પણ કરી છે.

‘શિદ્દત’, ‘મિસિસ સિરિયલ કિલર’ જેવી ફિલ્મોમાં પણ સારી એવી એક્ટિંગ કરી છે. આ સિવાય મોહિત ‘અ વાયરલ વેડિંગ’, ‘મુંબઈ ડાયરીઝ 26/11’ જેવી વેબ સિરીઝમાં પણ બેસ્ટ એક્ટિંગ કરી ચૂક્યો છે. મોહિત રૈના કાશ્મીરી બ્રાહ્મણ છે. જમ્મુમાં અભ્યાસ કર્યા બાદ મુંબઈ આવીને મોડેલિંગ ક્ષેત્રે કરિયરની શરૂઆત કરી હતી. એ પછી સીરીયલમાં કામ કર્યું હતું. જોકે, ગત વર્ષે રાજકુમાર રાવ અને વિક્કી કૌશલ જેવા કલાકારો પણ પોતાના સંસારની ઈનિંગ્સની શરૂઆત કરી ચૂક્યા છે. આ વર્ષે પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નામ લગ્નને લઈને ચર્ચામાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW