HomeGujaratCentral Gujaratવૈષ્ણોદેવીમાં ફસાયેલો રાજપીપળાનો પરિવાર સુરક્ષિત, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ

વૈષ્ણોદેવીમાં ફસાયેલો રાજપીપળાનો પરિવાર સુરક્ષિત, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ

નવાવર્ષના પ્રારંભે જ જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ મચી હતી. જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 15થીવધારે લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે રાજપીપળાનો જોશી પરિવાર પણ ફસાયો હોવાનું સામે આવ્યું છે. જો કે,તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયો હતો. આજે વહેલી સવારે જ્યારે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી હતી ત્યારે આ પરિવાર પણ ત્યાં હાજર હતો. જોશી પરિવારના 6 સભ્યો મંદિરમાં થયેલી ભાગદોડમાં ફસાયા હતા. આ ઘટનાથી રાજપીપળામાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી હતી.

મહામસુબીતે આ પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોચ્યો હતો અને સોશયલ મીડિયાના માધ્યમથી પરિવારજનો સાથે વાતચીત કરીને પોતે સુરક્ષિત હોવાનું જણાવતા અંતે પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW