HomeGujaratહળવદમાં ચોરીના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી પંચમહાલથી ઝડપાયો

હળવદમાં ચોરીના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી પંચમહાલથી ઝડપાયો

હળવદ પોલીસને ચોરીના એક જૂના કેસમાં મોટી સફળતા મળી છે. હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ ગામની સીમમાંથી વીજ થાંભલા પર લગાવવામાં આવેલા અંદાજે 5,850 મીટર લાંબા એલ્યુમિનિયમના વીજ વાયર, જેની કિંમત આશરે રૂ. 1,45,666 હતી, જે ચોરી થયા હતા. આ મામલે તપાસ દરમિયાન ચીમન છીતાભાઈ બારીયા નામના શખ્સની સંડોવણી સામે આવી હતી.

ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા 17 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં કાર્યવાહી કરી આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઈ છીતાભાઈ ઉર્ફે રયજીભાઈ બારીયા, હાલ રહે. વાવકુલી, તા. ઘોઘંબા, જી. પંચમહાલ અને મૂળ રહે. રૂપારેલ તથા ભોજપુરા, તા. ઘોઘંબા, જી. પંચમહાલને ઝડપી લીધો હતો.

આરોપીની ધરપકડ કરી હળવદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW