HomeGujaratSaurashtra Kutchhમોરબી બાયપાસ પાસેના ટ્રાંફિક જામથી શહેરીજનોને મળશે મુક્તિ

મોરબી બાયપાસ પાસેના ટ્રાંફિક જામથી શહેરીજનોને મળશે મુક્તિ

રાજકોટથી મોરબી શહેરના પ્રવેશ દ્વાર સમાં ભકિત નગર સર્કલ પાસે છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે. રાજકોટથી મોરબી અને કચ્છ નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર વધતી ટ્રાફિક સમસ્યાના કારણે અહીં ઓવરબ્રીજ બનવવામાં આવી રહ્યો છે.

અંદાજીત 15 કરોડ જેટલા ખર્ચે તૈયાર થયેલ 700 મીટર લંબાઈ,21મીટર પહોળાઇ,8 મીટર ઉંચાઈ,7 મીટર સર્વિસ રોડ બન્ને સાઈડ 92ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છેમાર્ચ મહિનાના અંત સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને ધરાવતા આ બ્રિજ ઉપરાંત રાજકોટ મોરબી હાઇવે પર કુલ 4 બ્રિજના કામ પણ ચાલી રહી છે


જેમાં ટંકારા બ્રિજનું કામ હાલ અંતિમ તબક્કામાં છે.મિતાણા પાસેના બ્રિજનું કામ પણ 85 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે તો નવલખી બાયપાસ પાસે બનતા બ્રિજનું કામ 50 ટકા પૂર્ણ થયું છે. જેમાં હજી એક વર્ષ જેટલો સમય લાગે તેવી સંભાવના રાજકોટ રોડ એન્ડ બિલ્ડીંગના કાર્યોપાલક ઈજનેર એજણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW