કોવેક્સિનનાં બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણોમાં 2 થી 18 વર્ષનાં બાળકો અને કિશોરો માટે કોવેક્સિંન સલામત પુરવાર થઈ છે. તેવો ભારત બાયોટેકે દાવો કર્યો છે.
ભારત બાયોટેકે કહ્યું છે કે, તેની કોવિડ વિરોધી રસી કોવેક્સિન બીજા અને ત્રીજા તબક્કાનાં પરિક્ષણોમાં 2 થી 18 વર્ષની વયજૂથ ધરાવતાં બાળકો અને કિશોરોમાં સલામત પુરવાર થઈ છે. સરકારે ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વયજૂથ ધરાવતાં કિશોરોને રસીકરણ માટે કોવેક્સિનના ઉપયોગ માટે મંજૂરી અગાઉથી જ આપી દીધી છે. ભારત બાયોટેકનું આ નિવેદન ઔષધ મહાનિયંત્રક તરફથી 12 વર્ષ અને તેથી વધુ વય જૂથનાં બાળકો માટે કોવેક્સિનને મંજૂરી મળ્યા બાદ આવ્યું છે. નિયામકને સલાહ આપતી તજજ્ઞોની સમિતિએ બે વર્ષ અને તેથી વધુ વયજૂથ ધરાવતાં બાળકોને માટે કોવેક્સિન રસીનાં ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
આગામી સોમવારથી કિશોર માટે વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં સ્કૂલમાં જઈને રસી આપવામાં આવશે. બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ રામ એસ. ઉપાધ્યાયે ઓમિક્રોન વિશે રાહતના સમાચાર આપ્યા છે. ડો.ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે. કેટલાંક એક્સપર્ટ્સનું માનવું છે કે જેમ ડેલ્ટા ફેંફ્સા પર અસર કરી રહ્યો હતો, તેવી રીતે ઓમિક્રૉનના મામલે આવું કંઈ નથી. ઓમિક્રૉન શરીરમાં ઘણી ધીમી ગતિથી ફેલાઈ છે અને તેના પર કોઈ વધુ મુશેક્લીનો સામનો કરવો પડતો નથી. જો કે ગુરુવારે જ યુરોપ અને અમેરિકામાં એક સાથે ઓમિક્રોનના કેસમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે. તેથી દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી નથી. .વ્યક્તિના શ્વાસનળીમાં ‘મ્યુકોસલ ઇમ્યુન સિસ્ટમ’ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિનું કેન્દ્ર હોય છે. અહીં એક એન્ટીબોડી બને છે, જેને ‘ઇમ્યુનોગ્લોબ્યુલિન IgA’ કહેવામાં આવે છે. હવે જ્યારે ઓમિક્રોન શ્વાસનળીમાં જ તેની સંખ્યામાં વધારો કરે છે, તો અહીં પહેલાથી જ હાજર એન્ટિબોડીઝ ઝડપથી સક્રિય થાય છે. જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે. તેથી દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી નથી.

