HomeGujaratથર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને દરેક જિલ્લા અને શહેરમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને દરેક જિલ્લા અને શહેરમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત સાથે પ્રોહીબીશન ડ્રાઈવ અને ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે જ રાત્રે 11 વાગ્યા બાદ શહેરી વિસ્તારમાં કર્ફ્યૂની કડક અમલવારી અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું છે. રસ્તા પર લગાવવામાં આવેલ ચેક પોઈન્ટ ઉપર બ્રેથ એનેલાઇઝરથી વાહનચાલકોની તપાસ થઈ રહી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને લોકો સૌથી વધુ દીવ અને સાસણ જવાનું પસંદ કરતા હોય છે.

સાસણમાં સિંહ દર્શન સાથે ફાર્મહાઉસોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી હોય છે. પોલીસ દ્વારા દરેક ફાર્મ હાઉસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તકે જૂનાગઢના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ એલર્ટ છે. કોરોના ગાઈડલાઇન્સનું કડકપણે પાલન થાય અને રાત્રે 11 વાગ્યા બાદ શહેરમાં કર્ફ્યૂની કડક અમલવારી કરવામાં આવશે. વાહન ચેકિંગ દરમિયાન ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, વાહન ચાલકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જ્યારે જુદા-જુદા ચેક પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે, ત્યારે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, દારૂ પીને વાહન ચલાવતા ઈસમોને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે. સાસણમાં ફાર્મ હાઉસ ધરાવતા કેટલાક સંચાલકોના જણાવ્યા પ્રમાણે; આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પ્રવાસીઓની સંખ્યા સામાન્ય છે. બુકિંગમાં કોઈ ખાસ વધારો નથી. મોટાભાગના લોકો દીવ જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે, તેમ છતાં ફાર્મ હાઉસમાં ઉજવણી માટે જેટલા પણ બુકિંગ થયા છે, તેમાં સરકારની તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે.

બીજી તરફ ફરવાના પ્રેમીઓ વર્ષના અંતિમ દિવસનું સેલિબ્રેશન કરવા અને નવા વર્ષને આવકારવા માટે ગુજરાત સિવાયના રાજ્યમાં પહોંચી ગયા છે. ગોવા, રાજસ્થાનમાં આબુ, ઉદયપુર, જયપુર ગુજરાતીઓના સૌથી ફેવરિટ બની રહ્યા છે. અહીં તમામ હોટેલ્સ પેક છે. બીજી તરફ કોવિડના જોખમને ધ્યાને લઈને કેટલા પરિવારે ફરવા જવાનું ટાળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW